ETV Bharat / state

બાઈકમાં દારૂ લઈને જતા બુટલેગરને PSIએ ડંડો માર્યાનો આક્ષેપ

author img

By

Published : Feb 5, 2021, 5:36 PM IST

પાવીજેતપુર તાલુકાના ઘૂટિયા ગામ પાસેથી દારૂની ખેપ મારતા બુટલેગરને પોલીસએ રોકવા જતાં તેની મોટર સાઇકલ સ્લીપ થઈ હતી અને ગંભીર ઇજા થઈ હતી. બુટલેગરને સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરાયો હતો. જ્યાં તેની તબિયત નાજુક હોવાનું પરિવારજનોનું કહેવું છે. જો કે ઇજાગ્રસ્તને પોલીસે માર માર્યા હોવાના આક્ષેપ સાથે ગામની મહિલાઓએ પી.એસ.આઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પર આવી હલ્લો મચાવ્યો હતો.

બુટલેગર
બુટલેગર

  • પાવીજેતપુર પોલીસ મથક ઉપર ગ્રામજનોનો હલ્લો
  • પીએસઆઇ, પોલીસ કર્મી અને જી.આર.ડી. જવાન સામે નોંધાઈ ફરિયાદ
  • 307, 325, 114 મુજબ ગુનો દાખલ

છોટાઉદેપુર: પાવીજેતપુર તાલુકાના ઘૂટિયા ગામ પાસેથી દારૂની ખેપ મારતા બુટલેગરને પોલીસએ રોકવા જતાં તેની મોટર સાઇકલ સ્લીપ થઈ હતી અને ગંભીર ઇજા થઈ હતી. બુટલેગરને સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરાયો હતો. જ્યાં તેની તબિયત નાજુક હોવાનું પરિવારજનોનું કહેવું છે. જો કે ઇજાગ્રસ્તને પોલીસે માર માર્યા હોવાના આક્ષેપ સાથે ગામની મહિલાઓએ પી.એસ.આઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પર આવી હલ્લો મચાવ્યો હતો.

બુટલેગર
બાઈકમાં દારૂ લઈને જતા બુટલેગરને પીએસઆઇએ ડંડો માર્યાનો આક્ષેપ

ઇજાગ્રસ્ત ગંભીર જણાતા તેને તાત્કાલિક વડોદરા ખાતે રિફાર કરવામાં આવ્યો

છોટાઉદેપુર તાલુકાના ખોરવાણિયા ગામના રાજેશ રાઠવા અને તેનો મિત્ર લીલેશ રાઠવા 1 ફેબ્રુઆરીના રોજ મોટર સાઇકલ પર દારૂ લઈ ચીલાવાડા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ધૂટિયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બાઇક સ્લીપ થઈ હતી. જેથી રાજેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે બાઇક પર સવાર તેમના મિત્ર ત્યાંથી ભાગી ગયા હતા. રાજેશને ગંભીર ઇજા થતાં તેને પાવીજેતપુર સરકારી દવાખાને લઈ જવાયો હતો. જોકે ઇજાગ્રસ્ત ગંભીર જણાતા તેને તાત્કાલિક વડોદરા ખાતે રિફાર કરવામાં આવ્યો હતો. પોલીસે 29 હજારનો દારૂ પલ્સર બાઇક અને મોબાઈલ મળી કુલ 99 હજારનો મુદ્દામાલ કબજે કરી રાજેશ સામે ફરિયાદ નોધાવીને બાઇકને બેફામ રીતે ચલલાવવા બાબતનો ગુન્હો પણ નોંધ્યો હતો. તો બીજીબાજુ ગામના લોકો અને બાઇક પર સવાર યુવકનું કહેવું છે કે સામેથી આવતી જુમલી ગાડીમાં બેસેલ પી.એસ.આઈ વિષ્ણુ પ્રજાપતિએ માથાના ભાગમાં દંડો મારતા રાજેશ ત્યાજ તેની બાઇક સાથે પડી ગયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે પીએસઆઇ સહિત કર્મચારીઓ સામે ફરિયાદ કરવાની માંગ કરી હતી.

સારવાર લઈ રહેલ રાજેશ રાઠવાની તબિયત નાજુક

વડોદરા ખાતે સારવાર લઈ રહેલ રાજેશ રાઠવાની તબિયત નાજુક હોવાનું પરિવારજનોનું કહેવું છે અને સાથે એ પણ જણાવી રહ્યા છે કે પી.એસ.આઈ દ્વારા માર મારતા આજે તે વડોદરા ખાતે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. જેથી પોલીસ સામે પણ ફરિયાદ થાય તેને લઈ ગામની મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરુષોએ પોલીસ સ્ટેશન પર આવી પી.એસ.આઈ વિરુદ્ધ ફરિયાદ નોધવાની માંગ કરી હતી. જોકે ફરિયાદના લેવાતા મહિલાએ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈના ચેમ્બરમાં ઘુસી ગઈ હતી અને હલ્લો મચાવ્યો હતો.

ગ્રામજનોએ હલ્લો કરતા જિલ્લાની પોલીસ પાવીજેતપુર પોલીસ સ્ટેશન પર પહોંચી

સવારથી પોલીસ સ્ટેશનમાં બેસી મહિલાઓએ એક જ જીદ અને માંગ કરી કે પી.એસ.આઈ અને તેમની સાથે રહેલા પોલીસ કર્મી સામે ફરિયાદ નોધવામાં આવે. આ બાબતની જાણ થતાં જિલ્લાની તમામ પોલીસ પાવીજેતપુર પોલીસ સ્ટેશન પર પહોચી મહિલાઓને સમજાવવાની તમામ કોશિશ કરી હતી. જોકે મહિલાઓ ટસની મસ ન થઇ. આખો દિવસ ચાલેલા હંગામાને લઈ આખરે પોલીસે બાઇક પર સવાર લીલેશ રાઠવાની ફરિયાદને લઈને પી.એસ.આઇ વિષ્ણુ પ્રજાપતિ, કમલેશ કોન્સટેબલ અને સુરપાન જી.આર.ડી વિરુદ્ધ 307,325,114ની આઈ.પી.સીની કલમ સાથે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બુટલેગરને PSIએ ડંડો માર્યાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.