છોટા ઉદેપુર: વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana ) એ દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ (Department of Agriculture, Farmer Welfare and Co-operation )તેમજ ઘરેલુ જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટે આવક સહાય પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઉભા
1લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિના રૂપિયા 2 હજાર જમાં કરવામાં આવતાં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતેની બેંક ઓફ બરોડામાં વડાપ્રધાન સન્માન નિધિ ના રૂ 2000 નાણાં ઉપાડવામાં આવતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નસવાડી તાલુકાના 212 ગામની મુખ્ય બ્રાન્ચ બેંક ઓફ બરોડા હોવા છતાં આ બેંકમાં ફક્ત એકજ કોમ્પ્યુટર દ્વારા કામગીરી કરાતી હોવાથી ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે, તો બીજીબાજુ કોરોના ગાઈડ લાઈનનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે.
બેંક દ્વારા ધીમી કામગીરી કરાઈ
એકબાજુ કોરોનાની મહામારી બીજી બાજુ ખેડૂતોના જીવ જોખમમાં મૂકીને બેંક દ્ધારા કામગીરી કરાઈ રહી છે. ખેડુતોને બેંકમાંથી નાણાં ઉપાડવા પડતી તકલીફને ધ્યાને લઈ ખેડુતો બેંકમાં બીજું કેશ કાઉન્ટર ખોલવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Jetha Bharwad Illegal Construction : વિધાનસભા ઉપાધ્યક્ષે વનવિભાગની જમીન પર બંગલો બાંધ્યાની વિગતો RTIમાં ખુલી