છોટાઉદેપુર: ભારત દેશ સૌથી પ્રાચીન સંસ્કૃતિ, કળા ધરાવતો દેશ છે. હાલની અંદર એની જગ્યાએ ખોદકામ દરમિયાન પણ ભારતના પૌરાણિક નગરો પણ મળી આવે છે. જેમાં ભારતની એક અલગ જ ઓળખ ઊભી થતી હોય છે ત્યારે આદિવાસી જિલ્લાની અંદર પણ હાલમાં ભારતને તે જ કળા અને સંસ્કૃતિ જોવા મળી રહી છે. ત્યારે આદિવાસીઓની સૌથી જૂની કળા કરી શકાય જે પીઠોડા ચિત્ર છે. જે અંદાજિત 12000 વર્ષ જૂનું માનવામાં આવી રહ્યું છે આવો જાણીએ etv bharatના વિશેષ અહેવાલમાં.

12,000 વર્ષ જૂની કળા: પરેશ રાઠવાએ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી બાબા પીઠોરા દેવ જે રાઠવા આદિવાસી છોટાઉદેપુર જિલ્લામાં રહે છે. આદિવાસી લોકોના ઇષ્ટદેવ છે. તેમના ચિત્રો હું છેલ્લા 30 વર્ષથી બનાવું છું. અને આ ચિત્રો દેશ વિદેશની અંદર પ્રદર્શનમાં જોવા મળી રહ્યા છે. આ પીઠોરા પેઇન્ટિંગ રાઠવા આદિવાસીઓના ઇષ્ટદેવ પીઠોરા છે. જેમના નામ પરથી આ પીઠોરા પેન્ટિંગ નામ પડ્યું છે. આ ચિત્ર છે જે 12000 વર્ષ જૂનુ છે. જે આદિવાસીઓની સંસ્કૃતિ અને કલા દર્શાવે છે.

આ પણ વાંચો: વૃદ્ધ આર્ટિસ્ટે લોકડાઉનમાં બનાવી પેન્ટિંગ, એક્ઝિબિશન કરી આવક દેશ સેવા માટે CM રાહતફંડમાં આપશે
પીઠોરા દેવની બાધા: વધુમાં જણાવ્યું હતું કે આ પીઠોરા પેન્ટિંગ દિવાલ પર આદિવાસી લોકો પોતાના ઘરમાં સુખ શાંતિ રહે, ખેતરમાં સારી પાક ઉગે, ઘરમાં પશુ બીમારના રહે, કુદરતી મુશ્કેલીઓ ન આવે તેના માટે બાધા રાખીને આ ચિત્ર દોરવામાં આવે છે. બાધા પૂર્ણ કરવા ગામના લોકો અને સગાવહાલાને બોલાવીને પોતાની બાધા પૂર્ણ કરવામાં આવે છે. આ ઉત્સવ માહોલ 3થી 4 દિવસ સુધી ઉજવવામાં આવતો હોય છે. ગામના લોકો ઢોલ નગારા સાથે આવીને 4 દિવસ સુધી નાચગાન કરતા હોય છે.

સમગ્ર વિશ્વમાં શાંતિ મળી રહે તેવી પ્રાર્થના: વધુમાં ઉમેર્યું હતું કે આ ચિત્ર દોરવાનું મુખ્ય કારણ એ છે કે સુખ શાંતિ અમને આપવામાં આવે છે. સાથે આ ચિત્રમાં જળ, જંગલ અને જમીન નાના જીવથી લઈને મોટા જીવ,સૂર્ય ચંદ્ર આ તમામને અંકિત કરવામાં આવતા હોય છે. અને તેમને કહેવામાં આવે છે કે જેવી સુખ અમને આપે છે. આ પ્રકૃતિમાં રહેલા તેમજ આ પૃથ્વીમાં અને વિશ્વમાં રહેલા તમામ લોકોને સુખ શાંતિ આપવામાં આવે તેવી પ્રાર્થના કરતા હોય છે. આ ચિત્ર પહેલા ગુફાઓમાં દોરવામાં આવતું હતુ .પરંતુ હવે આદિવાસી જિલ્લાના રાઠવા લોકો પોતાના ઘરની દીવાલ ઉપર દોરે છે. પહેલાના સમયમાં માટીના અને કુત્રિમ રંગથી દોરવામાં આવતું હતું. જેમાં દૂધ, મહુડાનો રસ મિશ્રણ કરીને તેના ઉપર દોરવામાં આવતું હતું. અત્યારે સિમેન્ટની દિવાલ હોવાથી અલગ અલગ કલરથી દોરવામાં આવે છે.

સરકાર દ્વારા પ્રોત્સાહન: આ 12000 વર્ષ જૂની પૌરાણિક કલા હોવાથી અત્યારે ખૂબ જ ઓછા લોકો આ કળાથી દોરનાર ખૂબ ઓછા લોકો છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સરકારના અલગ અલગ વિભાગ દ્વારા અને ગુજરાત સરકારના આદિવાસી વિભાગ દ્વારા સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જેથી આકલાકારો ને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. જેથી અમે સારી કમાણી પણ કરી રહ્યા છીએ.