- ઠંડીનો ચમકારો વધતા બાઈક ચોરો સક્રિય
- પાવીજેતપુરમાં એક જ રાત્રીના ચાર બાઈકની ઉઠાંતરી
- બાઈકોની ઉઠાંતરી થતા નગરમાં ચકચાર મચી
- પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
છોટાઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુર રેલવે સ્ટેશનની સામે મોટી રાસલી રોડ ઉપર રહેતા વિરલકુમાર સુનિલકુમાર દવેએ પોતાની બાઈકને લોક કરી ઘરઆંગણે મૂકી હતી. જોકે,સવારે ઊઠતા બાઈક ત્યાં જોવા ન મળી હતી. આજુબાજુ તપાસ કરતા ખબર પડી હતી કે, ફળિયામાં જ રહેતા રાહુલ મહેશભાઈ રાણાની બાઈક પણ ગાયબ હતી. તેમ જ તે જ વિસ્તારમાં રહેતા ખાંટ યશવંતકુમાર હાથીની અને ભાનુસિંગ રામસિંગ કુલચાની આગલી રાત્રે જ રૂ. 94 હજાર કિંમતની નવી બાઈક ગાયબ હતી. એટલે કે એક જ રાતમાં ચોરોએ રૂ. 1,79,000 કિંમતની બાઈક ચોરી કરી લીધી હતી.
ઠંડીનો ચમકારો વધતા બાઈક ચોરોની ગેંગ સક્રિય થઈ
પાવીજેતપુર પંથકમાં ઠંડીનો ચમકારો વધતાની સાથે જ બાઈક ચોરોની ગેંગ સક્રિય થતા પાવી જેતપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં મોટી રાસલી રોડ ઉપર આવેલા એક જ સોસાયટી તેમ જ ફળિયામાંથી એક જ રાત્રિમાં ચાર બાઈકોની ઉઠાંતરી થતા નગરમાં ચકચાર મચી છે.