છોટા ઉદેપુર જિલ્લામાં કૉંગ્રેસ (chhota udaipur congress) સમિતિના પ્રમુખ તરીકે શશિકાન્ત તિવારી તેમ જ જિલ્લા કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જગાભાઈ રાઠવા અને શશિકાન્ત રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આ નવનિયુક્ત પ્રમુખોનો સત્કાર સમારંભ 30 ઓગસ્ટે બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા (Leader of Oppossition Sukhram Rathwa) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ પર પ્રહાર સાથે આક્ષેપ અહીં કોંગી નેતા સુખરામ રાઠવાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપે તેમને પણ પક્ષપલટો કરી તેમની પાર્ટીમાં આવવા માટે 50 કરોડ રૂપિયાની ઓફર (Gujarat BJP offer) કરી હતી. સાથે જ તેમને પ્રધાન મંડળમાં પ્રધાન બનાવવા તેમ જ ચૂંટણીનો (Gujarat Assembly Elections 2022) ખર્ચ પણ પોતે ભોગવવાની લાલચ આપી હતી. આ ઉપરાંત તમે આવો તો તમારા જમાઈ અને સંખેડાના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને પણ લઈ આવવા જણાવ્યું હતું.
ચૂંટણી પહેલા આક્ષેપની જંગ મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક (Gujarat Assembly Elections 2022) આવી રહી છે. તેવામાં રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપની જંગ ચાલી રહી છે. તેવામાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાના (Leader of Oppossition Sukhram Rathwa) આ આક્ષેપ પછી રાજકારણ ફરી ગરમાયું છે. તેમના આ આક્ષેપનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો પાટીલનો પ્રહાર, કેજરીવાલ પહેલાથી જ ગરબડ છે અને દેશ માટે હંમેશા ગરબડ રહેશે
સત્કાર સમારંભમાં આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને કૉંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખ યશપાલસિંહ ઠાકોર પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા. તેને લઈને છોટાઉદેપુર જિલ્લા કૉંગ્રસના પ્રમુખની જગ્યા ખાલી પડી હતી, જે ખાલી પડેલી જગ્યા પર જિલ્લા કૉગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શશિકાન્ત તિવારી તેમ જ જિલ્લા કૉંગ્રસના કાર્યકારી પ્રમુખ તરીકે જગાભાઈ રાઠવા અને શશિકાન્તભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. આ માટે તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ (Leader of Oppossition Sukhram Rathwa) ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો જેમને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેમણે જ હવે સરકાર સામે ચડાવી બાંયો
ભાજપ પાસે અનુભવી માણસો જ નથી વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ (Leader of Oppossition Sukhram Rathwa) જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પાસે સરકાર ચલાવવા અનૂભવી માણસો જ નથી, એટલે આવી લાલચો આપવામાં આવે છે. ભાજપે આટલી મોટી ઓફર (Gujarat BJP offer) આપી છતાં અને સાંસદ નારણ રાઠવા, મોહનસિંહ રાઠવા, અને ધીરુભાઈ સાથે જ અમે રહીશું,