છોટા ઉદેપુર ઓરસંગ નદી કિનારે (Chhota Udepur Orsang River) આવેલા પ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિરમાં (Jagannath Mahadev Temple) લગભગ 1985થી મહંત તરીકે સેવા આપતા સન્માનનીય સંત માધવદાસજી મહારાજનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન (Saint Madhavdasji Maharaj Passed Away) થયું હતું. આ બનાવ બનતા સમગ્ર છોટા ઉદેપુર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી.
મહંત સર્વે માટે સન્માનનીય હતા છોટા ઉદેપુર જાગનાથ મહાદેવ મંદિરે વર્ષોથી ભગવાન ભોળાનાથની સેવા કરતા મહંત સર્વે માટે સન્માનનીય હતા. તેઓએ છોટા ઉદેપુર સહિતના આજુબાજુના ગામો દરેક લોકોના હ્રદયમાં પોતાનું સ્થાન લીધું હતું. મંદિરનો વિકાસ અને મંદિરમાં પ્રજાની સુવિધાઓ ઉભી કરવામાં તેઓનો ઘણી મહેનત કરી સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી હતી. જેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હોય અને પથારી વશ હતા.
મહંતે બપોરે 3 વાગ્યો દેહત્યાગ કર્યો હતો ગઈ કાલે બપોરના 3 કલાકે મહંત માધાવદાસજીએ દેહત્યાગ કર્યો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાંથી તથા છોટાઉદેપુર નગરમાંથી અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં મંદિરે દોડી (Followers joined funeral procession ) આવ્યા હતા. આ દરમિયાન અનુયાયીઓ અને નગરજોનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજરોજ સવારે 8 કલાકે તેઓની અંતિમ યાત્રા જાગનાથ મહાદેવ મંદિરથી નીકળી હતી. જે નગરના માર્ગો ઉપર ફરી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જાગનાથ મહાદેવ મંદિરની પાસે ઓરસંગ નદીએ તેઓની અન્તયેષ્ટી ક્રિયા કરવામાં આવી હતી.