- બાળ દીપડી વહેલી સવારે કૂવામાં ખાબકી
- વનવિભાગે દીપડીનું રેસ્ક્યુ કરી બહાર કાઢી
- દીપડીની સારવાર કરાવી જંગલ છોડી મુકાઈ
છોટાઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ મુઠીયારી ગામના એક કૂવામાં વહેલી સવારે આઠ મહિનાની દીપડી ખાબકતા હતી આ અંગેની જાણ થતાં વનવિભાગની ટિમને કરાતા સ્થળ પર પોહચી દીપડીને કુવામાંથી બહાર કાઢી હતી
વન વિભાગે કૂવામાં ખાટલો ઊતારી દીપડીનું રેસ્ક્યૂ કર્યું
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ મુઠીયારી ગામે રહેતા જશવંતભાઈ ચંદુભાઈના કૂવામાં વહેલી સવારે આઠ મહિનાની દીપડી ખાબકતા તમામ લોકો ડરી ગયા હતા. આ વાતની જાણ ખેતરમાલિકને થતા માલિકે પાવીજેતપુર વનવિભાગની ટીમને જાણ કરી હતી. વન વિભાગની ટીમે કૂવામાં ખાટલો ઊતારી દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. આ સાથે દીપડીને પાંજરે પૂરી ડુંગરવાટ લઈ જઈ પશુ ડોક્ટર પાસે સારવાર કરાવી દીપડીને સુરક્ષિત જંગલમાં છોડી મુકાઈ હતી.