છોટા ઉદેપુર : છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી માટે ચાર જેટલી મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે. જેમા મોડલ અભિનેત્રી એશ્રા નરહરી પટેલ પણ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. મોડેલ અભિનેત્રી ગામડાંની ગલિયારીઓમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આજેે કાવિઠા ગામના 1938 જેટલાં મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી જ મતદાન કરવા ઉત્સાહ ભેર અને શાંતિ પૂર્ણ રીતે મતદાન કરી રહ્યાં છે, ત્યારે મોડેલ અભિનેત્રી એશ્રા પટેલે પણ મતદાન કર્યુ હતું.
અભિનેત્રીમાં ગામ માટે કંઇક કરી બતાવાની અભિલષા છે
મોડેલ અભિનેત્રી એ જણાવ્યું હતું કે, આજે અમારા ગામમાં લોકશાહી મુજબ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઇ રહી છે. ગામ લોકોને મારા પ્રત્યે ખુબ પ્રેમ પણ છે અને જીત માટેનાં આશિર્વાદ પણ મળી રહ્યાં છે. મારે મારા ગામ માટે કંઈક કરવું છે, આજે મારા ગામના લોકોની મારી ઉપર જવાબદારી આવી પડી છે. ગામના મોટાં ભાગના લોકો ગરીબી રેખા નીચે જીવનારા છે, ગામ લોકોને એમના હક અધિકાર અપાવવા એ હવે મારું મિશન બની ગયું છે, હું ચૂંટણી હારું કે જીતુ પણ હવે હું લોકો માટે જીવું છું અને લોકો માટે કામ કરવું એ હવે મારો જીવન મંત્ર બની ગયો છે.
આ પણ વાંચો : મોડેલ અભિનેત્રીએ સરપંચ માટે ઉમેદવારી કરતા છોટા ઉદેપુર ગ્રામ પંચાયતની ચુંટણી પણ ગ્લેમરસ બની