ETV Bharat / state

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી APMCમાં કપાસની જાહેર હરાજીનો વિરોધ, ઓછો ભાવ મળતા ખેડૂતો નારાજ

છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના નસવાડી APMCમાં કપાસની જાહેર હરાજી દરમિયાન ઓછો ભાવ મળતો હોવાના કારણે નારાજ ખેડૂતોએ ભારે વિરોધ કર્યો (Farmer Protest) હતો. ખેડૂતોએ સૂત્રોચાર કર્યા હતા અને હરાજી બંધ કરાવી હતી. નસવાડી APMCમાં થઈ રહેલી આ જાહેર હરાજીમાં બજાર ભાવ કરતા પણ ખેડૂતોને તેમના કપાસ માટે ઓછો ભાવ મળી રહ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી APMCમાં કપાસની જાહેર હરાજીનો વિરોધ, ઓછો ભાવ મળતા ખેડૂતો નારાજ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી APMCમાં કપાસની જાહેર હરાજીનો વિરોધ, ઓછો ભાવ મળતા ખેડૂતો નારાજ
author img

By

Published : Nov 10, 2021, 6:30 PM IST

  • નસવાડી APMCમાં કપાસનો પાક વેચવા આવ્યા હતા ખેડૂતો
  • ઓછો ભાવ મળતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોનો સૂત્રોચાર
  • બજાર ભાવ કરતા પણ ઓછો ભાવ મળતો હોવાના કારણે હરાજી બંધ કરાવી

છોટાઉદેપુર: લાભ પાંચમના શુભ મુહૂર્તથી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Agricultural Produce Market Committee)માં કપાસ ખરીદવામાં આવશે, જેની જાહેરાત કરાઈ હતી. જેને લઇને ખેડૂતો વાહનો લઇને નસવાડી ખાતેની APMCમાં કપાસનો પાક વેચવા આવ્યા હતા. ખરીદી શરૂ થયા બાદ એક-બે સાધનની હરાજી થતા બજાર કરતા પણ ઓછો ભાવ મળતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સૂત્રોચાર કરી હરાજી બંધ કરાવી હતી.

150 જેટલા વાહનો કપાસ લઇને આવ્યા હતા

નસવાડી ખાતે માર્કેટમાં 150 જેટલા વાહનો કપાસ ભરી આવ્યા હોવાથી ખેડૂતોને સારો ભાવ મળવાની આશા હતી, પરંતું બજાર ભાવ કરતા પણ ઓછો ભાવ મળતા વર્ષના પહેલા દિવસે જ ખેડૂતો વિફર્યા હતા અને પહેલી વખત જાહેર હરાજી શરૂ થતા ખેડૂતોએ હોબાળો મચાવતા કપાસની હરાજી અટકી પડી હતી.

APMCએ રાખેલ જાહેર હરાજીનો ફિયાસ્કો

હાલ બહારના બજારમાં પ્રતિ ક્વિન્ટલ 8,000થી વધૂ ભાવ મળે છે, જયારે APMCની હરાજીમાં 8 હજાર કરતા પણ ઓછો ભાવ મળતા બીજા દિવસે APMCમાં એક પણ ખેડૂત કપાસનો પાક વેચવા નહીં આવતા નસવાડી APMCએ રાખેલ જાહેર હરાજીનો ફિયાસ્કો થયો હતો.

ઓછો ભાવ મળવાના કારણે ખેડૂતો નારાજ

બીજા દિવસે એકપણ ખેડૂત કપાસ લઈ વેચાણ માટે ન આવતા માર્કેટ સુમસામ જોવા મળ્યું હતું. પહેલા દિવસે જે મેદાન કપાસના વાહનોથી ભરેલું હતું, ત્યાં એકપણ ખેડૂત કપાસ લઈ આવ્યો નથી. જાહેર હરાજીના પહેલા દિવસે ખેડૂતોને ઓછા ભાવ મળવાને કારણે ભારે કકળાટ થયો હતો, જેના પડઘા બીજે દિવસે પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: નવેમ્બર મહિનામાં રોગચાળો ઘટ્યો હોવાનો AMCનો દાવો

આ પણ વાંચો: Double Murder Case: ઘાટલોડિયામાં લૂંટના ઈરાદે જ વૃદ્ધ દંપતીની હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.