ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સંકુલની સામે આવેલા સેન્ટ્રલ વિસ્તારમાં સોમવાર બપોરે બગીચામાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું. ટ્રીટેડ વિનાનું શુદ્ધ પાણીનો બગીચામાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજયમાં પાણીને લઈને કટોકટી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં નાગરિકોને પીવાને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્રણ ત્રણ દિવસે લોકોને પાણી મળી રહ્યું છે. તેવા સમયે ગાંધીનગરમાં વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે.
મુખ્ય પ્રધાનના નિવાસ્થાને સોમવારે સવારે પાણીના પ્રશ્નને લઈને રાજ્યની આઠ મહાનગરપાલિકાના મેયર કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં બેઠક બોલાવી હતી. જેમાં મહાનગરપાલિકાઓમાં ફેક્ટરીઓ સહિતના આપવાનું આવતું પાણી ટ્રીટેડ કરીને વાપરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. પરંતુ સરકારના અધિકારીઓને અંતે તંત્ર જાણે સરકારી તંત્રના આદેશોને ઘોળીને પી જતું હોય તેવા દ્રશ્યો ગાંધીનગરના બગીચાઓમાં જોવા મળતા હતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બપોરના સમયે પુષ્કળ પ્રમાણમાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું.
ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે આગામી બે મહિના પાણીને લઈને કપરા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી બચાવવા માટે નાગરિકોએ જ આગળ આવવું પડશે. ગાંધીનગર શહેર ખૂબ જ પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે અને ઓછો બગાડ થાય તે માટે તેમણે ગાંધીનગરના નગરજનોને અપીલ પણ કરી હતી.