ગાંધીનગર જિલ્લામાં સવારના સમયે ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી. ત્યારે મંગળવાર રાત્રે એક સંદેશો મળ્યો હતો કે, સુરતથી એક ફોર્ચ્યુનર કાર ચોરાઈ છે. ક્યારે મેસેજમાં આપવામાં આવેલા ફોરચ્યુનર કારના નંબરના આધારે ડ્રાઈવમાં રહેલા અડાલજ પોલીસ સ્ટેશનના તથા ગાંધીનગર LCBની ટીમ દ્વારા ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન સુરતથી ચોરાયેલી કાર સામે આવતા તેણે મુકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારમાં બેઠેલા શખ્સોને પોલીસની નજરનો ખ્યાલ આવી જતા તેણે સર્વિસ રોડ ઉપર કાર હંકારી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ફોર્ચ્યુનર કાર સુરત લોકસભા બેઠક ઉપરના સંભવિત કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવડની છે, જેની ફરિયાદ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
તો આ કારને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહિ કરતા થોડા સમય માટે તો ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. ફોર્ચ્યુનર કાર આગળ દોડી રહી હતી. તો પાછળ પોલીસની જીપ દોડી રહી હતી. ત્યારે ફોર્ચ્યુનરની ગામડાઓના રસ્તા પરથી લઈને છત્રાલ સુધી દોડાવવામાં આવી હતી.
જ્યાં એક ટાયરના શોરૂમની પાછળ મૂકીને કારમાં બેઠેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસ વિભાગ દ્વારા કારને જપ્ત કરવામાં આવી હતી. આ કારમાં 2 લોકો સવાર હતા. પોલીસ દ્વારા આ બાબતે ટોલટેક્ષ ઉપરના CCTV ફૂટેજ પણ તપાસવાની કામગીરી હાથ ધરી છે.
તો આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનના PSI પધેરીયાએ જણાવ્યું હતું કે, સુરતથી કાર ચોરાઈ હોવાની માહિતી મળી હતી. ત્યારે પોલીસને કારણ નંબર પણ આપવામાં આવ્યો હતો. વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન કાર આવતા તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતું અહીં રોકાતા તેનો પીછો કરીને ઝડપી લેવામાં આવી છે.