રાજ્ય સરકાર કરોડો રૂપિયાની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી કરે છે. ત્યારે સામાન્ય જનતાના માથે પણ આર્થિક રીતે બોજો પડે છે. ત્યારે રાજ્યની જનતાને આર્થિક રીતે ફાયદો થાય અને વીજળી સરળતાથી ઉતપન્ન થાય તે માટે રાજ્ય સરકાર હવે તમામ ખાનગી બિલ્ડીંગ પર જે લોકો ઈચ્છે તે તમામ નાગરિકો પોતાની બિલ્ડીંગ પર સોલાર રુફ ટોપ સિસ્ટમ લગાવી શકે તે માટે નું આયોજન હાથ ધર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા અત્યારે પેપર પર આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન પ્રમાણે રાજ્ય સરકાર 8 મહિનામાં 2 લાખ સોલાર રુફ ટોપના કનેક્શન પુરા પડવાનો ઉર્જા વિભાગને ટાર્ગેટ આપવામાં આવશે. આ યોજના રાજ્યના 18,000 ગામડાઓમાં સોલાર રુફ ટોપ યોજના અમલી કરવામાં આવશે.
જ્યારે તમામ શહેર, જિલ્લા અને તાલુકાઓમાં રુફ ટોપ યોજના અમલી કરવામાં આવશે. આ યોજના હેઠળ નાગરિક પોતાની જમીન, ફ્લેટ, બિલ્ડીંગ, ફેકટરીમાં સોલાર સિસ્ટમ રાખીને વીજળીનું ઉત્પાદન કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વીજ વપરાશકર્તાઓને ફાયદો થશે. આમ આ સોલાર રુફ ટોપ યોજના થકી ઉતપન્ન થતી વીજળી ઉપયોગમાં લઈને વીજ બિલમાં ઘટાડો થશે.
જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, જે-તે વ્યક્તિ સોલાર સિસ્ટમ પોતાની બિલ્ડીંગ, ફ્લેટ કે ફેકટરીમાં ઉભી કરશે તેને રાજ્ય સરકાર દ્વારા સબસીડી આપવામાં આવશે. જેથી વીજ વપરાશકર્તાઓ માટે આ યોજના આશીર્વાદ સમાન રહેશે. આ યોજના રાજ્યના તમામ શહેરોમાં અમલમાં મુકવામાં આવશે. કોઈપણ બિલ્ડીંગ કે ફેક્ટરીના ધાબા પર રુફ ટોપ મુકી શકાશે. રાજ્ય સરકાર દ્વારા અત્યારે પેપર પર ખાસ આયોજન કરી લેવામાં આવ્યું છે. જેમાં હવે ફક્ત નીતિન પટેલ નાણાની ફાળવણી કરે ત્યારબાદ આ યોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.