વડાપ્રધાને એક કાર્યાલયના નિવેદનમાં જણાવ્યું કે, છોકરાઓ માટે શિષ્યવૃત્તિનો દર 2000 થી વધારીને 2,500 રૂપિયાનો અને છોકરીઓ માટે 2,350 થી વધારીને 3,000 કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જણવવામાં આવ્યું છે કે, વજીફા યોજનાનો વિસ્તાર વધારીને તેમાં નક્સલી હુમલામાં શહીદ થનાર રાજ્ય પોલીસ અધિકારીઓના બાળકોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસના અધિકારીઓ માટે આશરે 500 લોકો દર વર્ષે આ ક્વોટામાં લાભ મેળવી શકશે.
મોદીએ ટ્ટીટ કરી જણાવ્યું કે, અમારી સરકારનો પ્રથમ નિર્ણય તેમના માટે સમર્પિત છે, જે ભારતની રક્ષા માટે હંમેશા ફરજ બજાવે છે. રાષ્ટ્રીય રક્ષા નિધિ હેઠળ વડાપ્રધાન શિષ્યવૃતિ યોજનામાં ઘણાં બદલાવોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં આતંકી અને માઓવાદી હુમલામાં શહીદ થનાર જવાનો અને પોલીસકર્મીઓના બાળકોની શિષ્યવૃતિ સામેલ છે.