ETV Bharat / state

રાય, પારૂલ અને આર.કે યુનિવર્સિટીમાં કૃષિનો અભ્યાસ કરવા ગયા તો સમજો તમારી ફી...ગઈ - Taught old Agricultural study

ગાંધીનગર: રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર હવે પ્રારંભ થશે ત્યારે ખાનગી યુનિવર્સિટીઓ અને શાળા-કૉલેજોએ વાલીઓને લૂંટવા માટે તગડી ફી રાખીને, જાહેરાતો કરીને વિદ્યાર્થીઓના એડમિશન કરાવી લેતી હોય છે. તેવા સમયે રાજ્યની રાય યુનિવર્સિટી, પારૂલ અને આર.કે. યુનિવર્સિટી તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે.

પારૂલ યુનિવર્સિટી
author img

By

Published : May 16, 2019, 9:21 PM IST

રાજ્યમાં આવેલી રાય યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, તથા આર.કે યુનિવર્સિટી તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસ.સી (એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2016ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.

જે સંદર્ભે વર્ષ 2016થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇકોર્ટમાં SCA/LPA તેમજ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા છે.

ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં ICAR દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલ નથી. રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવેલ ન હોવાથી, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલ છે. રાજ્યની રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટી કાઉન્સીલ દ્વારા સલાહ આપવામાં આવે છે.

R_GJ_GDR_RURAL_04_16_MAY_2019_STORY_ UNIVERSITY BEN_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) રાય, પારુલ અને આર.કે યુનિવર્સિટીમાં કૃષિનો અભ્યાસ કરવા ગયા તો સમજો તમારી ફી ગઈ

ગાંધીનગર, (ફાઇલ ફોટો મુકવો)

રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર હવે સારું થશે ત્યારે ખાનગી યુનિવર્સિટીઓ અને શાળા-કોલેજો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળશે વાલીઓને લૂંટવા માટે તગડી ફી રાખીને જાહેરાતો કરીને વિદ્યાર્થીઓના એડમિશન કરાવી લેતી હોય છે તેવા સમયે રાજ્યની રાય પારુલ આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ, તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે.

રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર.કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2016 ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યુ હતુ. આ સંદર્ભે વર્ષ ૨૦૧૬ થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇકોર્ટમાં એસસીએ/ એલપીએ તેમજ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018 માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા છે. 

ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવેલ ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવેલ ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલ છે. રાજ્યની રાય, પારુલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની કાઉન્સીલ દ્વારા સલાહ આપવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.