- સ્વામિનારાયણ મંદીરોમાં શાકોત્સવ નું ખૂબ મહત્વ
- આજે દાદાને શાકોત્સવનો શણગાર કરાયો
- આજ થી ભોજનાલયમાં પ્રસાદી પણ શરૂ કરાઈ
- મદિરમાં ભોજનાલય આજથી ભક્તો માટે શરુ
બોટાદ : જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિર જ્યાં દેશ વિદેશ થી હરીભક્તો દર્શન માટે આવતા હોય છે.તેમજ કહેવાય છે કે શ્રધ્ધા નું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મદિર રોજના ખુબજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ તહેવારો કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.ત્યારે હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોયછે.
સાળંગપુર હનુમાન દાદાને ભવ્ય શાકોત્સવનો શણગાર કરવામાં આવ્યો
ધનુર માસમાં ભજન ભક્તિ માટેનો મહત્વનો માસ સ્વામિનારાયણ સ્પ્રદાયમાં ગણવામાં આવતો હોઈ છે.ત્યારે ખાસ કરીને સ્વામિનારાયણ મદીરોમાં શક્સોત્વ નું ખુબજ મહત્વ હોય છે .ત્યારે આજે સાળંગપુર હનુમાન દાદાને ભવ્ય શાકોત્સવનો શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં મૂતિ પાસે રીંગણ નું શાક બનાવતા હોઈ તે પ્રકારની મૂર્તિઓ મૂકી ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.આ શણગારના દર્શન કરી હરીભક્તો એ પણ ધન્યતા અનુભવી હતી.તો બીજી તરફ કોરોના કાળ દરમિયાન સાળંગપુર મદિરમાં હરીભક્તો માટે ભોજનાલય જે બંધ કરવામાં આવી હતી. તે આજથી મંગળવાર રાબેતા મુજબ હરી ભક્તો માટે શોકોત્સ્વ થી ખુલ્લી મુકવામાં આવી છે. એટલે હવે ભક્તો ભોજનાલયમાં પ્રસાદી પણ લઈ શકશે.
આ પણ વાંચો :