- કાઠિયાવાડી અશ્વની જાતિને બચાવી શકાય
- અશ્વ ઉછેર માટે સરકાર સહાય આપે
- પળીયાદ ખાતે યોજવામાં આવ્યું અશ્વનું રજીસ્ટ્રેશન
બોટાદ: ગુજરાતમાં અલગ અલગ વિસ્તાર અલગ અલગ નામથી ઓળખાય છે. આ દરેક વિસ્તારના અશ્વની અલગ કહાની છે. જેમાં સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ અને કાઠિયાવાડનો ઉલ્લેખ થાય છે. જેમાં પણ કાઠિયાવાડના ઘોડાની ઓળખ પણ કંઈક અલગ છે. ત્યારે લુપ્ત થતી આ કાઠિયાવાડ અશ્વ જાતિને બચાવવામાં આવે તેવો વિચાર સાથે કાઠિયાવાડ અશ્વના રજિસ્ટ્રેશનનું આયોજન બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે કરવામાં આવ્યું છે. આ માટે જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી અશ્વ પાલક પોતાના અશ્વ સાથે રજિસ્ટ્રેશન કરાવવા માટે પહોંચ્યા હતા.
કાઠિયાવાડી અશ્વની જાતિને બચાવી શકાય
આ વિશે અશ્વ પાલકે જણાવ્યું હતું કે, અશ્વના રજિસ્ટ્રેશન માટે અશ્વની હાઈટ સહિત અલગ અલગ તપાસ કરી કાઠિયાવાડ અશ્વનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ અશ્વ સવારો દ્વારા ઘોડસવારીની સ્પર્ધાઓ જીતનાર પાલકોનું પણ પાળીયાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: 67 વર્ષીય હસમુખભાઈએ ઘોડા પર સવાર થઈને મતદાન સેન્ટર પર પહોંચી મત આપ્યો
અશ્વ ઉછેર માટે સરકાર સહાય આપે
ગુજરાત વિવિધ ઓલાદના ઘોડા માટે જાણીતું છે. ઉંચી ઓલાદના અશ્વોને રાખવાએ ગુજરાતીઓનો શોખ છે. પણ હવે કાઠિયાવાડી ઓલાદના ઘોડાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. એની પાછળનું મુખ્ય કારણ છે ક્રોસ બ્રીડ. જોકે હવે રહી રહીને તંત્રને પણ ઉંચી ઓલાદના ઘોડાને બચાવવા ચિંતા જાગી છે અને તેના માટે બ્રીડર એસોસિયેશન બનાવવામાં આવશે.
પળીયાદ ખાતે યોજવામાં આવ્યું અશ્વનું રજીસ્ટ્રેશન
જેના માટે સતત બીજા વર્ષે પણ 5.10 લાખની ગ્રાન્ટને રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગને મંજૂરી આપી છે. ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે ઘોડાની નસલને માન્યતા મળી હતી. પરંતુ કચ્છમાં જોવા મળતાં કચ્છી સિંધી સમાજ નસલને કેન્દ્ર સરકારે તાજેતરમાં માન્યતા આપી છે. ગુજરાતમાં સૌથી વધુ જોવા મળતા કાઠિયાવાડી ઘોડાની સંખ્યા વધે તેવા પ્રયાસના ભાગરૂપે બ્રીડર એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જાણો, સવારના નાસ્તામાં સલમાન ખાને તેના ઘોડા સાથે શું ખાધું...