ETV Bharat / state

Sarangpur Hanuman Controversy : શખ્સે બેરિકેડ્સ તોડી ભીંતચિત્રો પર કાળો રંગ લગાવ્યો, કુહાડીના ઘા માર્યા - હર્ષદ જીતુભાઈ ગઢવી

સાળંગપુર હનુમાનજી મંદિરમાં સ્થિત કિંગ ઓફ હનુમાનની પ્રતિમા નીચેના ભાગ બનેલ ભીંતચિત્રનો વિવાદ વકર્યો છે. આજે એક શખ્સે ઈરાદાપૂર્વક મંદિર પરિસરમાં પ્રવેશી આ ભીંતચિત્રોને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત આ ચિત્રો પર કાળો રંગ પણ લગાવ્યો હતો. ત્યારે જાણો કોણ છે આ શખ્સ ETV BHARAT ના આ અહેવાલમાં...

Sarangpur Hanuman Controversy
Sarangpur Hanuman Controversy
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 3:04 PM IST

Updated : Sep 2, 2023, 10:58 PM IST

કિંગ ઓફ હનુમાનની પ્રતિમા નીચેના ભાગ બનેલ ભીંતચિત્રનો વિવાદ વકર્યો

બોટાદ : સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં સ્થાપિત કરાયેલી 54 ફૂટની મૂર્તિના નીચેના ભાગની ભીંતચિત્રનો વિવાદ વકર્યો છે. મંદિરમાં હાલમાં પ્રવેશ બંધી છે. ત્યારે એક શખ્સ લાકડી લઈને મંદિર પરિસરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ તેણે ભીંતચિત્રોને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે પોલીસ દ્વારા તેને ઝડપીને બહાર ખસેડવામાં આવ્યો હતો.

ભીંતચિત્રને નુકસાન : બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં શનિવારના દિવસે લાખો ભક્તોની જનમેદની ઉમટતી હોય છે. પરંતુ હાલમાં વિશાળ મૂર્તિમાં નીચે લગાવેલા ભીંતચિત્રને લઈને થયેલા વિવાદને પગલે મંદિરમાં પ્રવેશબંધી છે. જોકે, એક શખ્સ મંદિરમાં ઘૂસીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ વ્યક્તિ દ્વારા હનુમાનજી સાથે સ્વામિનારાયણના સંતોવાળા ભીંતચિત્ર ઉપર લાકડીઓ મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સાથે તેણે આ ભીંતચિત્રો પર કાળો કલર પર લગાવ્યો હતો. જોકે, પોલીસ દ્વારા તેને ઝડપીને બહાર કાઢવામાં આવ્યો હતો.

સંકુલમાં ગાર્ડન જેવું હોય ત્યાંથી છાની છૂપકી રીતે શખ્સ ઘૂસી ગયો હતો. જોકે પોલીસ વ્યવસ્થા હતી. આમ છતાં આ શખ્સે ઈરાદાપૂર્વક પ્રવેશ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેનું નામ હર્ષદ જીતુભાઈ ગઢવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હજુ પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.-- કે. એસ. બળોલિયા (DSP, બોટાદ)

મંદિરમાં પ્રવેશ બંધ : સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં ગુજરાતભરમાંથી કેટલાય ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને શનિવારે હનુમાન ભક્તિનું ખૂબ જ મહત્વ હોવાથી લોકોની ભીડ જામે છે. ત્યારે આજે અનેક ભક્તો કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. તેવામાં એક શખ્સ દ્વારા ભીંતચિત્રો પર લાકડી મારી અને કાળો કલર લગાવવાની ઘટના બની હતી. સમગ્ર બનાવ બાદ મંદિરમાં પ્રવેશ મામલે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

શખ્સે ઈરાદાપૂર્વક મંદિર પરિસરમાં પ્રવેશી ભીંતચિત્રોને નુકસાન પહોંચાડ્યું

કોણ છે આ શખ્સ ? સાળંગપુર હનુમાન ખાતે આવેલી કિંગ ઓફ સાળંગપુર નીચે આવેલા ભીંતચિત્રો ઉપર લાકડી વડે નુકસાન કરીને કાળો રંગ લગાવનાર શખ્સ કોણ છે તે જાણવાની અમે કોશિશ કરી હતી. ત્યારે બોટાદના DSP કે. એસ. બળોલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હર્ષદ જીતુભાઈ ગઢવી નામના શખ્સ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

  1. Sarangpur Hanuman Controversy : સાળંગપુર ભીંતચિત્રનો વિરોધ પ્રસર્યો, બહુરુપી કલાકારે ગદા સાથે કર્યો આકરો વિરોધ
  2. Salangpur Mandir Controversy: સાળંગપુર વિવાદ રાજકોટમાં પહોંચ્યો, સ્વામિનારાયણ મંદિર પર પોસ્ટર્સ લગાવાયા

Last Updated : Sep 2, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.