- દાદાને 108 શાસ્ત્રોનો કરવામાં આવ્યો શણગાર
- 18 પુરાણ, 4 શાસ્ત્રો, 10 વેદ અને ઉપનિષદનો શણગાર કરાયો
- હનુમાનજી દાદાના દર્શન પણ અલોકીક લાગતા હતા
બોટાદઃ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દેશવિદેશથી હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ કહેવાય છે કે શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ, સાળંગપુર મંદિરે રોજના ખુબ જ મોટી સખ્યામાં હરીભક્તોદર્શન માટે આવતા હોય છે, તેમજ હનુમાનજી મદિરે અલગ-અલગ ત્યોહાર કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.
આપણી હિંદૂ સંસ્કૃતિની આધારશીલા એટલે આપણા હિંદૂ ગ્રંથો
હાલ પવિત્ર ધનુરમાસ ચાલી રહ્યો હોવાથી કષ્ટભંજન હનુમાનજી મંદિરે અલગ-અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનુર માસમાં ભજન ભક્તિ માટેનો મહત્વનો માસ ગણવામાં આવતો હોઈ છે. ત્યારે હિંદૂ સમાજમાં શાસ્ત્રોનું ખુબ જ મહત્વ રહેલું છે. આપણી હિંદૂ સંસ્કૃતિની આધારશીલા એટલે આપણા હિંદૂ ગ્રંથો ત્યારે શનિવારના રોજ સાળંગપુર હનુમાનજી મંદિરે ધનુરમાસ અને શનિવાર નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
હનુમાનજી દાદાના દર્શન પણ અલોકીક લાગતા હતા
આજે હનુમાનજી દાદાને 108 કરતા વધારે શાસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં હિંદૂ ધર્મના 18 પુરાણ, 4 શાસ્ત્રો, 10 વેદ અને ઉપનિષદ સાથે આયુર્વેદ શાસ્ત્ર દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો. હિંદૂ સંસ્કૃતિની ધરોહર સાથે હનુમાનજી દાદાના દર્શન પણ અલોકીક લાગતા હતા, ત્યારે આજે શાસ્ત્રો સાથે હનુમાનજી દાદાના શણગારના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.