ETV Bharat / state

ગઢડા વિધાનસભાની પેટાચૂંટણી જીતવા ભાજપના 1 અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાને - બી જે સોસા

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઢડા વિધાનસભાની સીટનો પણ સમાવેશ થાય છે. આ વખતે ગઢડાની સીટ જીતવા માટે ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવશે. હાલમાં ગઢડામાં પેટા ચૂંટણીને લઈને ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. બંને રાજકીય પાર્ટી ગઢડા સીટને મેળવવા માટે દિવસરાત એક કરશે. તો આવો જાણીએ ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈનું શું છે ત્યાંની રાજકીય પરિસ્થિતિ.

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા ભાજપના એક, કોંગ્રેસના બે ઉમેદવાર મેદાને

author img

By

Published : Sep 30, 2020, 7:01 PM IST

બોટાદઃ ગઢડા સીટ માટે ભાજપ તરફથી આત્મારામ પરમારને પસંદ કરાયા છે. જ્યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમાં બે નામ સામેલ છે, જેમાં પહેલા ઉમેદવાર બી. જે. સોસા કે જેઓ જીપીસીસી એસી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન અને સોશિયલ જસ્ટિસ કમિટી ભાવનગરના ચેરમેન છે અને બીજા ઉમેદવાર મુકેશ શ્રીમાળી કે જેઓ દલિત સમાજના આગેવાન, કોંગ્રેસી અગ્રણી ગણાય છે, જેમનું મૂળ વતન ગઢડા છે. તેઓ અત્યારે મુંબઈમાં બિલ્ડરનો વ્યવસાય કરે છે. રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ગઢડા 106 વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારૂએ રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામું આપી દેતા આ સીટ ખાલી પડી છે, જેને લઈ ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે ત્યારે 106 વિધાનસભાનું શું રાજકીય ગણિત છે તે જાણીએ.

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા ભાજપના એક, કોંગ્રેસના બે ઉમેદવાર મેદાને
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા ભાજપના એક, કોંગ્રેસના બે ઉમેદવાર મેદાને

ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંન્નેનું પ્રભુત્વ રહેલું છે. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો એ જીત મેળવેલી છે. ગઢડા બેઠક 1979થી એસસી, અનામત બેઠક છે તો ગઢડા વિધાનસભા બેઠક અનામત બની તૈયારથી ભાજપ તેમ જ કોંગ્રેસના બંને બહારના ઉમેદવાર જીતીને આવે છે. છેલ્લા 5 ટર્મથી ભાજપના આત્મારામ પરમાર ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. 2017માં ફરી વાર ભાજપે આત્મારામ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા તો સામે કોંગ્રેસે પ્રવીણ મારુને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના પ્રવીણ મારુ અંદાજે 10 હજાર મતથી વિજયી થયા હતા. જ્યારે ભાજપના આત્મારામ પરમારને હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે ગઢડાની કમનસીબી છે કે, વિધાનસભા બેઠક એસી અનામતના કારણે હારનાર અને જીતનાર ઉમેદવારો બહારના છે.

ગઢડા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુર આમ ત્રણ તાલુકાની બેઠક છે. આ બેઠકમાં બે તાલુકા ભાવનગર જિલ્લાના છે. ગઢડા 76 ગામ ધરાવતો તાલુકો છે તેમજ 50 હજારની વસ્તી ધરાવતું નગરપાલિકા શહેર છે. ગઢડા સવામિનારાયણ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે વિશ્વમાં પ્રચલિત છે. ત્યારે ગઢડા શહેર અને તાલુકામાં ખેતી અને હીરા ઉદ્યોગ આવેલો છે એટલે ઔદ્યોગિક ક્ષેત્રે ગઢડા પછાત છે. અહી લોકોને રોજીરોટી મેળવવા બીજા શહેરોમાં જવું પડે છે માટે ખાસ ગઢડામા મોટો ઉદ્યોગોની તાતી જરૂરિયાત છે, તો ગઢડામા ધારાસભ્યની કામગીરીની વાત કરીએ તો આત્મારામ પરમાર દ્વારા ગઢડામા કમલમ ટાઉનહોલ, ધેલો નદી પર રિવરફ્રન્ટ, ગઢડામા રોડ રસ્તા તેમ જ વર્ષો જૂનો પ્રશ્ન કોલેજનો હતો. તે આધુનિક કોલેજ બનાવવામાં આવી છે. આ મોટા ભાગના વિકાસના કામો કરવામાં આવ્યા છે, પરંતુ યુવાનો માટેના રમતગમત માટેનું એકપણ મેદાન આવેલું નથી તેમજ ગઢડા ઔદ્યોગિક ક્ષેત્રે પછાત છે, જે માટે ઢસાથી બરવાળા સુધીનો રસ્તો ફોરલેન બનાવવામાં આવે અને જીઆઈડીસી બનાવવામાં આવે. આથી લોકો રોજીરોટી મેળવી શકે તેમ જ ગઢડા સવામિનારાયણ સંપ્રદાયનું પ્રચલિત ધામ છે, જેને સરકાર દ્વારા યાત્રાધામ વિકાસમાં સમાવેશ કરવામાં આવે એટલે દેશ અને દુનિયામાંથી આવતા હરિભક્તોને સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.

ગઢડા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,38,281 મતદારો છે. 106 ગઢડા વિધાનસભા મતક્ષેત્રમા જ્ઞાતિના પ્રભુત્વ વિશે વાત કરીએ તો પ્રથમ પટેલ સમાજના મતદારો છે જયારે બીજા નંબરે કોળી સમાજના મતદારો છે અને ત્રીજા ક્રમે અન્ય સમાજ છે આમ 2020માં આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોળી સમાજ અને પાટીદાર ફેકટર કામ કરી શકે છે. આમ, ગઢડા વિધાનસભા બેઠક પર કોળી સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. તો બીજી તરફ આ વખતે ચૂંટણીમાં ઈન્ચાર્જ તરીકે ભાજપના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને કેબિનેટ મત્રી અને કોળી સમાજના આગેવાન એવા કુંવરજીભાઈ બાવળિયાને મૂકવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.