ETV Bharat / state

બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યા, 3 આરોપીની કરી અટકાયત

બોટાદઃ રાણપુર તાલુકાના જાળીલા ગામમાં સરપંચના પતિની હત્યાના મામલે ગુરુવારના રોજ SP હર્ષદ મહેતા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ એ જણાવ્યું હતું કે, આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની ધરપકડ કરવા માટે તથા શોધખોળ કરવામાં આવી હતી. જે દરમિયાન આ ગુનાના મુખ્ય ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 20, 2019, 5:21 PM IST

બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામના ઉપસરપંચની હત્યાને મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુન્હાના બાકી આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર બોટાદ અમરેલી તથા સુરેન્દ્રનગર જિલ્લા ઓની LCB શાખાની અલગ-અલગ ટીમો દ્વારા બાકીના આરોપીઓ સત્વરે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમજ આ બનાવના અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશન તથા સમગ્ર જિલ્લાના વિસ્તારમાં અન્ય કોઈ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ બોટાદ જિલ્લાના SP હર્ષદ મહેતાએ જણાવ્યું હતું.

બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યા

હાલમાં મૃતક મનજીભાઈ જેઠાભાઇ સોલંકીનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને મૃતક મનજીભાઈ જેઠાભાઇ સોલંકીના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આરોપી પકડાય નહી ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. આ બાબતે SP હર્ષદ મહેતાને પૂછતા તેઓએ જણાવેલ છે કે આ બાબતે સમજાવટ ચાલુ છે અને સમાધાન થઈ શકશે તેવી આશા વ્યક્ત કરી હતી.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે  સરપંચના પતિની હત્યાના મામલે આજરોજ એસ.પી હર્ષદ મહેતા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમા પ્રેસ કોન્ફરન્સ  યોજવામાં આવી આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ એ જણાવેલ કે આ બનાવના સંદર્ભે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની ધરપકડ કરવા માટે કોમ્બીંગ તથા શોધખોળ કરવામાં આવી જે દરમિયાન આ ગુનાના મુખ્ય ત્રણ આરોપીઓ ને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ગુન્હાના બાકી આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર બોટાદ અમરેલી તથા સુરેન્દ્રનગર જિલ્લા ઓની એલસીબી શાખા ની અલગ અલગ ટીમો દ્વારા બાકીના આરોપીઓ સત્વરે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાયેલ છે તેમજ આ બનાવના અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશન તથા સમગ્ર જિલ્લાના વિસ્તારમાં અન્ય કોઈ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તેમ બોટાદ જીલ્લાના એસપી હર્ષદ મહેતા એ જણાવેલ છે
    હાલમાં મૃતક મનજીભાઈ જેઠાભાઇ સોલંકી ની લાશ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે અને મૃતક મનજીભાઈ જેઠાભાઇ સોલંકી ના પરિવાર દ્વારા જણાવવામાં આવેલ કે જ્યાં સુધી આરોપી પકડાય નવી ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં આ બાબતે એસપી શ્રી હર્ષદ મહેતા ને પૂછતા તેઓએ જણાવેલ છે કે આ બાબતે સમજાવટ ચાલુ છે અને સમાધાન થઈ શકશે તેવી આશા વ્યક્ત કરેલ છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.