જામનગર: હાપા માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહની રજા બાદ લાભ પાંચમ કાર્યરત થતા મગફળીની પુષ્કળ આવક શરૂ થઇ છે. મગફળીની આવક શરુ થતાની સાથે નવી આવક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવેલી આવકની મગફળીના નિકાલ બાદ નવી આવક શરુ કરાશે. જેને કારણે ખેડુતો પોતાની મગફળી લઈને મંગળવારે બપોરથી કતારમાં લાગી હતી.
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરુ: હાપા માર્કેટિંગ યાર્ડમાં 345થી વધુ વાહનોમાં મગફળી સહીત જુદી જુદી જણસીની આવક શરૂ થઇ છે. મગફળી ભરેલા વાહનોની લાંબી આશરે દોઢ કિમીની લાંબી વાહનોની લાઈન લાગી હતી. અગાઉ વરસાદી વાતાવરણના કારણે મગફળીનુ વેચાણ શકયું નહોતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા માટે આવતા હોવાથી અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો મગફળી વેંચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવે છે.
તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદે છે: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી લઈને આવતા હોય છે અને ગુજરાતમાં ગત વર્ષે મગફળીનો સૌથી ઊંચો ભાવ જામનગરના હાપા યાર્ડમાં ખેડૂતોને મળ્યો હતો. આ વર્ષે પણ 66 નંબરની મગફળીનો ભાવ ખેડૂતોને રુ. 2100 મળ્યો છે. ખાસ કરીને તમિલનાડુથી આવેલા વેપારીઓ 66 નંબરની મગફળી ખરીદે છે. આ મગફળીનો ઉપયોગ તમિલનાડુુમાં બિયારણ તરીકે કરવામાં આવે છે.
આ પણ વાંચો: