ETV Bharat / state

રાજકોટનો ચકચારી બનાવ, પતિએ પત્ની સહિત બે દીકરીઓ પર કર્યો જીવલેણ હુમલો - RAJKOT CRIME

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્ની અને બે પુત્રી પર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણો સમગ્ર મામલો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 1:15 PM IST

રાજકોટ : હાલમાં જ રાજકોટમાં પતિએ પોતાની જ પત્ની અને બે પુત્રી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ભોગ બનનાર મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોંધી હુમલાખોર પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

થોરાળામાં બન્યો ગંભીર બનાવ : રાજકોટના નવાગામમાં 25 વારિયા RMC ક્વાર્ટર બ્લોક નંબર 1 માં પતિથી અલગ રહેતા અને ઘરકામ કરી ગુજરાન ચલાવતા મહિલાએ થોરાળા પોલીસ મથકમાં પોતાના પતિ દીપક આનંદભાઈ ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી પતિ કર્યો જીવલેણ હુમલો : ફરિયાદ તેમણે જણાવ્યું હતું કે, પતિ સાથે અણબનાવ બન્યો હોવાથી પોતાના સંતાનો સાથે અલગ રહે છે. દરમિયાન રાત્રે પતિ ત્યાં પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા તેને દરવાજો તોડી નાખ્યો હતો અને ત્યારબાદ ઘરમાં તોડફોડ કરી હતી. જેથી મહિલા પુત્રી સાથે નવા થોરાળામાં આવેલા ગોકુળપરા શેરી નંબર 5 માં આવેલા જુના મકાને ચાલ્યા ગયા હતા.

પરિવાર થયો ગંભીર રીતે ઘાયલ : જે દરમિયાન પતિ પણ ત્યાં આવી ગયો હતો અને અહીંયા કેમ આવ્યા છો તેમ કહી પત્ની જશોદાબેનને, નાની પુત્રી ઈશા ચાવડા અને મોટી પુત્રી કંગનાને છરીના ઘા માર્યા હતા. જેના કારણે ત્રણેય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા, જેથી ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

  1. રાજકોટમાં હિટ એન્ડ રનના બે બનાવ, 10 લોકોને ઈજા
  2. રાજકોટમાં કેરમ રમવા બાબતે હુમલો, સારવારમાં યુવકનું મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.