ETV Bharat / state

અમદાવાદમાં છઠ્ઠ પૂજા તૈયારીઓને આખરી ઓપ: સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમટશે 50,000 જેટલી જનમેદની - CHHATH PUJA 2024

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે છઠ્ઠ પૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સહિતના લોકો હાજરી આપશે તેવી માહિતી મળી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમટશે 50,000 જેટલી જનમેદની
સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમટશે 50,000 જેટલી જનમેદની (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 1:52 PM IST

અમદાવાદ: હજુ દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે ત્યાં છઠ્ઠ મહાપર્વની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થયેલી જોવા મળી રહી છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે છઠ્ઠ પૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અહીં છઠ્ઠ પૂજાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના લોકો હાજરી આપશે તેવી માહિતી પણ મળી રહી છે.

અમદાવાદના 50,000 જેટલાં ઉત્તર ભારતીયો છઠ્ઠ પુજા કરશે: અમદાવાદ શહેરમાં અંદાજે 50,000 જેટલા ઉત્તરભારતીઓ છઠ્ઠ પૂજન કરશે. જે અંતર્ગત ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર આ પૂજા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ આયોજનના પગલે છઠ્ઠ પૂજા ઘાટ પર 15 થી 20 હજાર લોકો પુજા કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા સાબરમતી નદીમાંથી કચરો દુર કરવામાં આવ્યો છે સાથે નદી પાસે આવેલાં મેદાનની સાફ-સફાઈ કરવામાં આવી છે.

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે છઠ્ઠ પૂજા માટે વિશેષ આયોજન (Etv Bharat Gujarat)

મુખ્યમંત્રી સહિત IAS, IPS અધિકારીઓ હાજરી આપશે: મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે IAS, IPS અધિકારીઓ સાબરમતી નદી કિનારે આવેલા છઠ્ઠ પુજા ઘાટ પર આવી આ મહાપુજામાં જોડાશે.

છઠ્ઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટના ટ્રસ્ટી સોના સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, "છઠ્ઠ પુજા મહાપર્વના અનેરા મહત્વને ધ્યાનમાં રાખતાં આ વર્ષે છઠ્ઠ પુજા ઘાટ પર પ્રાથમિક સુવિધાથી લઈને જમવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલાં છઠ્ઠ પુજા ઘાટ પર શહેરનાં વિવિધ વિસ્તારમાં રહેતાં લોકો પુજા કરવા માટે આવે છે. આ વર્ષે અમે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર સહિત અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ IAS અને IPS અધિકારીઓ પણ આ પુજામાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે."

વધુમાં સોના સિંહ રાજપુતો જણાવ્યું હતું કે, "જો શક્ય થશે તો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અમે છઠ્ઠ પૂજા ઘાટ ઉપર લઈ જઈને મહિલાઓ દ્વારા કેવી રીતે પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસનું શું ધાર્મિક મહત્વ છે આ સહિતની બાબતોથી અવગત કરાવવાનો પ્રયાસ કરીશું."

અમદાવાદમાં અંદાજે 20 હજારથી વધુ લોકો છઠ્ઠ પૂજા કરશે: તમને જણાવી દઈએ કે, છઠ્ઠના દિવસે એટલે કે 7 નવેમ્બરના રોજ સાંજે 4-5 વાગ્યાથી પુજાની શરુઆત કરવામાં આવશે. જે બીજા દિવસે વહેલી સવારે 8 વાગ્યા સુધી ચાલશે. આ વર્ષે છઠ્ઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દીભાષી મહાસંઘ, મા જાનકી સેવા સમિતી અને છઠ્ઠ મહાપર્વ આયોજન સમિતી આયોજન આ તમામે સાથે મળીને આ છઠ્ઠ pપૂજાનું આયોજન કર્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમટશે 50,000 જેટલી જનમેદની
સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમટશે 50,000 જેટલી જનમેદની (Etv Bharat Gujarat)

છઠ્ઠ પૂજા કરવા આવતા લોકોની રહેવા, જમવાની વ્યવસ્થા: અહીં અમદાવાદમાં દૂર દૂરથી પુજા કરવા આવનાર લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે લોકો સાંજે આવશે તેમના જમણવાર માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. 5,000 થી વધારે લોકો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે છઠ્ઠ પૂજા માટે વિશેષ આયોજન

કોર્પોરેશન અને પોલીસ વિભાગે તમામ વ્યવસ્થા ઉભી કરી: અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ વિભાગની ટીમ દ્રારા તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફાયર સેફટી સહિતની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.

અમદાવાદમાં છઠ્ઠ પૂજા તૈયારીઓને આખરી ઓપ
અમદાવાદમાં છઠ્ઠ પૂજા તૈયારીઓને આખરી ઓપ (Etv Bharat Gujarat)

અન્ય આ સ્થળોએ થશે ઉજવણી, જાણો: ઇન્દિરા બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ સહિત મેઘાણીનગર ડમરુ સર્કલ પાસે અંબિકાનગર, અમરાઈવાડી સત્યમ નગર, ઇસનપુર, ચાંદખેડા સહિતના સ્થળોએ છઠ્ઠ pપૂજાની ઉજવણી કરવામાં આવશે, જેમાં અમદાવાદમાં વસતા 50,000 થી વધુ લોકો સહભાગી થશે.

આ પણ વાંચો:

  1. વિક્રમ સવંતના વર્ષમાં આવતી ચાર પંચમી પૈકીની આજે છે 'શ્રીપાંચમ': જાણો શું છે 'લાભ પાંચમ'નું મહત્વ
  2. "લાભ"ની પાંચમ, આજે ભુજના જથ્થાબંધ બજારમાં વેપારીઓએ કાંટાપૂજન કરીને વેપાર શરૂ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.