- માર્કેટીગ યાર્ડમાં શાકભાજી સિવાય તમામ હરાજી બંધ
- કોરોનાના કેસના વધતા સંક્રમણ રોકવા લેવાયો નિર્ણય
- 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી આ હરાજીઓ બંધ રહેશે
બોટાદ: શહેર તેમજ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સક્રમણ સતત વધી રહ્યું છે. તેમાં, બોટાદ માર્કેટીગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે દુર દુરથી ખેડૂતો આવતા હોય છે. મોટી સખ્યામાં લોકો એકઠા થતા હોય છે. ત્યારે, કોરોનાનું સક્રમણ વધુ ના ફેલાય અને કોરોનાની આ ચેઈન તોડવા માટે બોટાદ માર્કેટીગ યાર્ડ દ્વારા મહત્વની નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં, માર્કેટીગ યાર્ડમાં શાકભાજી સિવાયની તમામ હરાજીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી આ હરાજીઓ બંધ રહેશે. આ માહિતી યાર્ડના વાઈસ ચેરમન ધર્મેન્દ્ર વડોદરિયાએ આપી હતી.
આ પણ વાંચો: કોરોનાએ માજા મૂકીઃ એક સાથે 9 એમ્બ્યુલન્સના શોરથી ભાવનગરવાસીઓના હ્રદય કંપી ઉઠ્યા
BAPS સાળંગપુર મંદિર રહેશે બંધ
બોટાદ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને મંદિરો લોકોનો ઘસારો થતો હોય છે. જેને લઈ અનેક મંદિરો દ્વારા બંધ રાખવાના નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર અને તેના નીચે આવતા તમામ મંદિર બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.
લોકડાઉનની જાહેરાત થતા તમામ દુકાનો જડબેસલાક બંધ
વહેલી સવારથી જ બોટાદ શહેરની તમામ દુકાનો જડબેસલાક બંધ જોવા મળી હતી. નગરપાલિકા દ્વારા શહેરના શાકમાર્કેટ, ટાવર રોડ, હવેલી ચોક, હીરાબજાર જેવા વિસ્તારમાં સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી તેમજ બોટાદ નગરપાલિકાના પ્રમુખે જણાવેલું કે, શહેરમાં જે પ્રમાણે કેસો વધી રહ્યા છે, તેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બોટાદમાં કોરોના રસીને લઈ ડ્રાય રનનું આયોજન કરાયું
સેનિટાઇઝની કામગીરી હાથ ધરી
સેનિટાઇઝની કામગીરી હાથ ધરી હતી. લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને માસ્ક પહેરે તેમજ આગામી દિવસોમાં જો બોટાદ બંધ રાખવાની જરૂર પડશે તો વેપારીઓને સાથે રાખીને વધુ નિર્ણય લેવાશે, તો વેપારીઓએ જણાવેલું કે, નગરપાલિકા દ્વારા રવિવારે બંધનો જે નિર્ણય રાખેલો છે તે સારો છે અને આગામી દિવસોમાં જો વધુ બંધ રાખવાનું કહેશે તો અમે તેમની સાથે છીએ.