- 2.5 વર્ષ દરમિયાન ડી.એમ.પટેલ ચેરમેન તરીકે સતા પર હતા
- 1.5 વર્ષ તરીકે જોરુભાઈ ધાંધલની નિમણૂક કરવામાં આવેલી
- 1.5 વર્ષના સમય માટે જીવરાજભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી
બોટાદ: માર્કેટિંગ યાર્ડમાં હાલ ભાજપનું શાસન છે. યાર્ડમાં કુલ 17 સભ્યોમાં બે સભ્યો સરકારી અને 1 સભ્ય નગરપાલિકાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવેલા હોય છે. જેમાં 3 સભ્યોને બાદ કરતાં કુલ 14 સભ્યોના બોર્ડમાં 2 સભ્યો કોંગ્રેસના છે અને ભાજપના 1 સભ્ય નું મૃત્યુ થતાં હાલ 11 સભ્યો ભાજપના છે. જેના કારણે ભાજપની સ્પષ્ટ બહુમતી છે.
આ પણ વાંચો: બોટાદમાં 1.68 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું નવું બિલ્ડિંગ
ચેરમેનની વરણી કરવામાં આવી
કુલ 5 વર્ષની સતામાં 2.5 વર્ષ દરમિયાન ડી.એમ.પટેલ ચેરમેન તરીકે સતા પર હતા. ત્યાર બાદ શરત મુજબ ચેરમેનની વરણી કરવામાં આવેલી છે. જેમાં 1.25 વર્ષ તરીકે જોરુભાઈ ધાંધલની નિમણૂક કરવામાં આવેલી છે. જે સમય પૂર્ણ થતાં આજે બોટાદ માર્કેટિંગ યાર્ડના કોન્ફરન્સ હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાયેલી સામાન્ય સભામાં 1.25 વર્ષના સમય માટે જીવરાજભાઈ ઓધડભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલી છે.
આ પણ વાંચો: રાસાયણિક ખાતરમાં ભાવ વધારો પરત ખેચવા મોરબી APMC ચેરમેનનો વડાપ્રધાનને પત્ર
વડોદરિયાને યથાવત્ રાખવામાં આવેલા
જેમાં વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રભાઈ વડોદરિયાને યથાવત્ રાખવામાં આવેલા છે. ત્યારે નવનિયુક્ત ચેરમેનને ફુલહાર કરી આવકારવામાં આવેલા છે તો નવનિયુક્ત ચેરમેન દ્વારા ખેડૂતોના હિતમાં કામ કરવામાં આવશે. તેવું નિવેદન આપ્યું હતું.