બોટાદ: શહેરમાં આશરે 400 જેટલા વ્યક્તિઓને સ્વખર્ચે ભોજન પૂરૂ પાડતા ભાવનગર રોડ પર આવેલા સીતારામ નગર-2માં રહેતા તમામ નાગરિકોએ એક વિશેષ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં બહેનો પોતે જાતે પુરી બનાવે છે અને ભાઈઓ શાક અને ખીચડી બનાવે છે. આ ભોજન ગરીબ અને ભૂખ્યા લોકોના ઘરે પહોંચાડવામાં આવે છે.
સ્થાનિકો દ્વારા બહારગામથી આવેલા લોકો જે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, તેવા આશરે 300 જેટલા વ્યક્તિઓને ભોજન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. ગરીબ અને શહેરના લોકો જે પેટિયું રળતા હોય તેવા પરિવારને આ વિસ્તારના નાગરિકોએ જાતે રસોઈ બનાવી ઘરે ઘરે પહોંચતી કરે છે.
રહીશો દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સેવાભાવી લોકો સ્વખર્ચે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે બિરદાવવા લાયક છે.