ETV Bharat / state

બોટાદ જિલ્લા અને નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં આમળા ઉત્સવનું આયોજન

બોટાદઃ પંડિત દીનદયાળ પ્રાથમિક શાળામ નંબર 1માં આમળા ઉત્સવનું આયોજન કરાયુ હતું. હાલ શિયાળાની ઋતુમાં વિટામિન 'c' થી ભરપૂર આમળા ફળ બજારમાં ભરપૂર ઉપલબ્ધ છે. એવા સમયે પંડિત દીનદયાળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 1ના આચાર્ય દિલીપ ભલગામિયા દ્વારા ચાલુ વર્ષે સમગ્ર શિયાળા દરમિયાન શાળાના બાળકોને આમળા વિતરણ કરવામાં આવ્યા હતા.

etv bharat
બોટાદ જિલ્લા અને નગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં આમળા ઉત્સવનું આયોજન
author img

By

Published : Dec 16, 2019, 11:30 PM IST

આમળા ઉત્સવ કાર્યક્રમના પ્રારંભે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી વિશિષ્ટ શાળાના દિવ્યાંગ બાળકોને આમળાં વિતરણ કરવામાં આવ્યાં હતા. સામાન્ય રીતે શિક્ષક કે વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે બાળકોને ચોકલેટ કે અન્ય પેન, પેન્સિલ જેવી ગિફ્ટ આપવામાં આવતી હોય છે, તેના બદલે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના જન્મદિવસ કે અન્ય તિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને શિયાળા દરમિયાન આમળા વિતરણ કરવુ જોઇએ તેવો સંદેશ પણ આપ્યો હતો.

Intro:બોટાદ નગરપાલિકાની પ્રાથમિક શાળામાં આમળા ઉત્સવનું આયોજન કરાયું Body:બોટાદ માં આવેલ પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદમા આ આયોજન કરાયુ Conclusion:હાલ શિયાળાની મોસમમા વિટામિન 'સી' થી ભરપૂર આમળા ફળ બજારમાં ભરપૂર ઉપલબ્ધ છે. એવા સમયે પંડિત દીનદયાળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧ ના આચાર્યશ્રી દિલીપ ભાઈ ભલગામિયા દ્વારા ચાલુ વર્ષે સમગ્ર શિયાળા દરમિયાન શાળાના બાળકોને આમળા વિતરણ કરવાનું નક્કી કરેલ છે. આ આમળા ઉત્સવ કાર્યક્રમના પ્રારંભે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી વિશિષ્ટ શાળા ના દિવ્યાંગ બાળકોને આમળાં વિતરણ કરવામાં આવેલ આ કાર્યક્રમનું ઉદઘાટન કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,બોટાદ શ્રી એસ.જે. ડુમરાળિયા દ્વારા દિવ્યાંગ બાળકોને આમળા વિતરણ કરીને બોટાદ જિલ્લાની તમામ શાળાઓમાં શિયાળા દરમિયાન આમળા વિતરણ થાય તેવું આહવાન કરવામાં આવેલ, કારણકે શિયાળા દરમિયાન આમળાની કિંમત એકદમ નજીવી હોવાથી બાળકોને આમળા વિતરણ કરીને વિટામિન 'સી' થી ભરપૂર ખોરાક આપી શકાય.
ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,બોટાદ સંચાલિત શાળાઓ માટે શાસનાધિકારી શ્રી પી.ડી મોરી દ્વારા પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ માં બાળકોને આમળા વિતરણ કરેલ. તેઓએ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓમાં આમળા વિતરણ કરવા માટે આહવાન કરેલ. સામાન્ય રીતે શિક્ષક કે વિદ્યાર્થી નો જન્મદિવસ હોય ત્યારે બાળકોને ચોકલેટ કે અન્ય પેન, પેન્સિલ જેવી ગિફ્ટ આપવામાં આવતી હોય છે ,તેના બદલે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના જન્મ દિવસ કે અન્ય તિથિ નિમિત્તે શાળાના તમામ બાળકોને શિયાળા દરમિયાન આમળા વિતરણ કરવુ જોઇએ

ફોટો સ્ટોરી છે જેથી બાઈટ નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.