બોટાદમાં: વડાપ્રધાન દ્વારા ચાલુ વર્ષને બાજરા વર્ષ તરીકે જાહેર કરાતા બાજરાના વપરાશને પ્રાધાન્ય આપવાના આહવાન ને લઈ બોટાદમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જે ઇન્ચાર્જ નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં પ્રથમ દ્વિતિય અને તૃતીય વિજેતાઓને રોકડ રકમના ચેકો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા.
અવનવી વાનગીઓ: ચાલુ વર્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાજરા વર્ષ તરીકે જાહેર કરાયું છે ત્યારે બાજરાના વપરાશને પ્રાધાન્ય આપવાના વડાપ્રધાનના આહવાનને પગલે બાજરા અને જાડા ધાન ના વપરાશ અને તેમાંથી બનતી અવનવી વાનગીઓ અંગે વિશેષ કૂકીંગ કોમ્પિટિશન યોજાઈ હતી જે અંતર્ગત બોટાદમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર-5 , સહકાર નગર ખાતે જિલ્લા કક્ષાની કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાનગીઓ તૈયાર: આ સ્પર્ધામાં મહિલાઓેએ મુખ્યત્વે જાડા ધાન અને બાજરાનો ઉપયોગ કરી વાનગીઓ તૈયાર કરી હતી. સ્પર્ધામાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ સહિત બોટાદવાસીઓએ બહેનોએ બનાવેલી પૌષ્ટિક વાનગીઓને નિહાળી હતી, વિજેતા મહિલાને બોટાદના ઇન્ચાર્જ નાયબ કલેકટર (મધ્યાહ્ન ભોજન) રાજેશ્રીબેન વંગવાણીના હસ્તે રૂપિયા 10 હજારનો ચેક એનાયત કરાયો હતો.
આ પણ વાંચો શિયાળામાં સ્વામિનારાયણ ભગવાને માણી લીલા શાકભાજીની મોજ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
પ્રોત્સાહિત કરવામાં આવ્યા: અન્ય મહિલાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં બોટાદ, બરવાળા, ગઢડા અને રાણપુર તાલુકા કક્ષાએ વિજેતા એવાં કુલ 8 સ્પર્ધકોએ ભાગ લઈ અવનવી વાનગીઓ તૈયાર કરી હતી. વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર બોટાદની મોડેલ સ્કૂલના સુ અનુરાધાબેન કિરણભાઇ સોંલકીને રૂ.10 હજાર, દ્રિતીય ક્રમે આવનાર બરવાળાની મુખ્ય કુમાર શાળાના સુ ભાવનાબેન હર્ષદભાઇ ચાવડાને રૂ.5 હજાર અને તૃતિય ક્રમે આવનાર સુ શારદાબેન પિયુષભાઇ ચાવડાને રૂ.3 હજારનો ચેક એનાયત કરાયો હતો, આ કાર્યક્રમમાં સીડીપીઓશ્રી દક્ષાબેન વ્યાસ, બી.આર.સી. અશ્વિનભાઈ ઢોલા, શાળાનાં આચાર્ય મુકેશભાઈ કાનેટીયા, નાયબ મામલતદાર આર. એમ. પંડ્યા સહિતનાં મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.