ETV Bharat / state

પેટા ચૂંટણીમાં ગઢડા સહિત 8 બેઠકો ભાજપ જ જીતશેઃ ઋત્વિજ પટેલ - ભાજપ યુવા મોરચા પ્રમુખ

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાઈ શકાય તેટલા દિવસ જ બાકી છે. તેવામાં ભાજપ પોતાન પ્રચારમાં કોઈ કચાશ રાખવા માગતી નથી. આ જ રીતે ગઢડામાં યુવા ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. અહીં યુવા ભાજપે વિશાળ બાઈક રેલી કરી હતી. રેલીમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પણ જોડાયા હતા.

પેટા ચૂંટણીમાં ગઢડા સહિત 8 બેઠકો ભાજપ જ જીતશેઃ ઋત્વિજ પટેલ

author img

By

Published : Oct 26, 2020, 6:56 PM IST

  • ગઢડામાં ભાજપના યુવા કાર્યકર્તાઓએ યોજી બાઈક રેલી
  • ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ રેલીમાં જોડાયા
  • 500થી વધુ બાઈકની રેલી યોજી ભાજપે કર્યું શક્તિ પ્રદર્શન

ગઢડાઃ ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલની હાજરીમાં 25 કિમી લાંબી બાઈક રેલી યોજાઈ હતી. પ્રધાન વિભાવરી દવે, જિલ્લા પ્રમુખ સુરેશ ગોધાણી પણ હાજર રહ્યા હતા. યુવા ભાજપે વિશાળ બાઈક રેલી યોજી કેસરિયો માહોલ બનાવ્યો હતો.

પેટા ચૂંટણીમાં ગઢડા સહિત 8 બેઠકો ભાજપ જ જીતશેઃ ઋત્વિજ પટેલ
પેટા ચૂંટણીમાં ગઢડા સહિત 8 બેઠકો ભાજપ જ જીતશેઃ ઋત્વિજ પટેલ

ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ આત્મારામ પરમાર માટે કર્યો પ્રચાર

ગઢડા વિધાનસભા 106 બેઠક પર ભાજપ યુવા મોરચા દ્વારા ઢસાથી ગઢડા સુધીની ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યુ હતું. જેમાં આશરે 500 જેટલી બાઈક રેલીમાં જોડાઈ હતી. દિવસેને દિવસે ગઢડા પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો સાથે પ્રચાર વેંગવંતો જોવા મળી રહ્યો છે. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા કામે લાગી ગયા છે. ત્યારે આજે ગઢડા 106 વિધાનસભા બેઠકના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં યોજાયેલી યુવા મોરચાની આ રેલી ઢસા જંકશનથી ગઢડા સુધી યોજાઈ હતી, જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ ખાસ હાજર રહ્યા હતા.

25 કિમીની બાઈક રેલીમાં 500થી વધુ કાર્યકર્તાઓ જોડાયા

25 કિમીની ભવ્ય બાઈક રેલીમાં આશરે 500 બાઈક સાથે કાર્યકરો જોડાયા હતા. પ્રદેશ યુવા મોરચાના મંત્રી હાર્દિકસિંહ ડોડિયા અને બોટાદ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ગોતમ ખાસિયા અને જિલ્લાની યુવા ટીમ જોડાઈ હતી. ઋત્વિજ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ગઢડા સહિત રાજ્યની 8 બેઠક પર ચૂંટણી યોજાવાની છે તે તમામ બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાનની હાજરીમાં રમણ પાટકર દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે ઋત્વિજ પટેલને પૂછતા આ મામલે કંઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું તેમ જ મુખ્યપ્રધાન દ્વારા પેટા ચૂંટણી બાદ કોંગ્રેસ તૂટે છે તેવા નિવેદન સામે પ્રદેશ અધ્યક્ષ દ્વારા હવે કોઈ કોંગ્રેસ ધારાસભ્યને લેવામાં નહીં આવે તે મામલે પૂછતા ઋત્વિજ દ્વારા મોવડી મંડળ આ બાબતે નિર્ણય કરશે અને તે નિર્ણયમાં યુવા મોરચો સાથે જ રહેશે તેવું કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.