ETV Bharat / state

ગોપીનાથજી મંદિરમાં વકર્યો વિવાદ ,આચાર્ય પક્ષના SP સામે નોંધાવાઇ ફરિયાદ

ગોપીનાથજી મંદિરમાં વકરેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો ત્યારે મંદિરના ચેરમેને આચાર્ય પક્ષના SP સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે.

ગોપીનાથજી મંદિરમાં વકર્યો વિવાદ ,આચાર્ય પક્ષના SP સામે નોંધાવાઇ ફરિયાદ
ગોપીનાથજી મંદિરમાં વકર્યો વિવાદ ,આચાર્ય પક્ષના SP સામે નોંધાવાઇ ફરિયાદ
author img

By

Published : Dec 9, 2020, 12:54 PM IST

  • ગોપીનાથજી મંદિરમાં વકર્યો વિવાદ
  • મંદિરના ચેરમેને આચાર્ય પક્ષના SP સામે નોંધાવી ફરિયાદ
  • સંતો વચ્ચે સતા માટે રાજકીય પક્ષો જેવી સાઠમારી

ગઢડાઃ ગોપીનાથજી મંદિરમાં વકરેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો ત્યારે મંદિરના ચેરમેને આચાર્ય પક્ષના SP સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે.

સંતો વચ્ચે સત્તા માટે સાઠમારી

ગઢડાનું ગોપીનાથજી મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. સંસાર છોડીને પ્રભુ શરણમાં આવેલા સંતો વચ્ચે સત્તા માટે રાજકીય પક્ષો જેવી સાઠમારી ચાલી રહી છે, ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ હતી.

ગોપીનાથજી મંદિરમાં વકર્યો વિવાદ ,આચાર્ય પક્ષના SP સામે નોંધાવાઇ ફરિયાદ

ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી

આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે, મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. દરમિયાન આ અંગે થયેલી હુસાતુસીમાં પૂર્વ ચેરમેન SP સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી કરી રહ્યા છે.

મંદિરનું રાજકારણ ગરમાવ્યું

તેમણે આચાર્ય પક્ષના SP સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે. હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 'રવિવારે નાટકીય રીતે મંદિરની સત્તા હસ્તગત કરી લીધી હોવાની આચાર્ય પક્ષની જાહેરાત બાદ જ્યારે હરિજીવનદાસ સ્વામીચેરમેનની ઓફિસમાં ગયા, ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી, ત્યારે SP સ્વામીએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ આ પોલીસ ફરિયાદના કારણે ફરી મંદિરનું રાજકારણ ગરમાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.