બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં શેરી નંબર 1 વિસ્તારમાં સફાઈના અભાવે કચરાના ઢગ જોવા મળે છે. તેમજ ગંદકી ફેલાયેલી છે. તે ઉપરાંત નિયમિત સફાઈ થતી નથી. તેમજ કચરા પેટી પણ મુકવામાં આવતી નથી. તથા નિયમિત રીતે પાણી આપવામાં આવતું નથી. જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોએ અવાર નવાર રજૂઆત કરવા છતાં બોટાદ નગરપાલિકા તરફથી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. હાલમાં રોડનું ખોદકામ કરેલું હોય જેના કારણે લોકોને ઘરમાંથી બહાર આવવા માટે પણ મુશ્કેલી પડે છે. તેમજ ખોદકામ કરેલા રોડ પર જ્યાં ત્યાં પાણી ફેલાયેલ છે. તે ઉપરાંત તૂટેલી ગટર હોય તેમજ પાણી પણ નિયમિત રીતે આવતું નથી. જેથી લોકો ખૂબ પરેશાન થઇ ગયા છે. આ વિસ્તારમાં પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ પડે છે. જેથી આ વિસ્તારના લોકોએ માંગણી કરી છે કે, તુરંત આ વિસ્તારમાં અધૂરા મૂકેલા કામો પૂર્ણ કરવામાં આવે.