ETV Bharat / state

બોટાદ: ગઢડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સંચાલિત સહકારી ખેડૂત પેનલનો જંગી મતે વિજય - candidates of sahkari pannel

ગઢડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ભાજપના જ આગેવાનોએ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના કિરીટભાઈ હુંબલની પેનલના તમામ 16 બેઠકોના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.

ગઢડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સંચાલિત સહકારી ખેડૂત પેનલનો જંગી મતે વિજય

author img

By

Published : Dec 6, 2020, 6:38 PM IST

  • ગઢડા માર્કેટિંગ યાર્ડમાં થયું પુનરાવર્તન
  • ભાજપ સંચાલિત સહકારી પેનલના ઉમેદવારો નો 10 બેઠકો પર ભવ્ય વિજય થયો
  • 17 વર્ષથી યાર્ડનું સુકાન સંભાળી રહેલી પેનલનો ફરી થયો વિજય
    ગઢડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સંચાલિત સહકારી ખેડૂત પેનલનો જંગી મતે વિજય

બોટાદ: ગઢડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઇને શનિવારે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપ સંચાલિત સહકારી પેનલનો ભવ્ય વિજય થયો હતો. 6 બેઠકો બિનહરીફ જીત્યા બાદ શનિવારે ખેડૂત વિભાગની 10 બેઠક પર વિજય થતા તમામ 16 બેઠક પર સહકારી પેનલનો વિજય થયો હતો. વિજેતા જૂથના આગેવાન અને પૂર્વ ચેરમેને સરકાર નિશેષ ફી બંધના નિર્ણયથી યાર્ડના વિકાસ અસર પડશે અને ગ્રાન્ટ મળશે તેવી આશા વ્યક્ત કરી જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.

37 રાઉન્ડમાં થઈ મતગણતરી

જિલ્લાના તમામ રાજકીય આગેવાનોની નજર યાર્ડના પરિણામ પર હતી ત્યારે શુક્રવારે યાર્ડની ચૂંટણીને લઈ મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં કુલ 16 બેઠકોમાં વેપારી વિભાગની 4 બેઠક અને 2 બેઠકો સહકારી વિભાગની બિનહરીફ થઈ હતી, જેમાં ભાજપ સંચાલિત સહકારી પેનલનો વિજય થયો હતો. ત્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ ભાજપ સંચાલિત સહકાર પેનલ તેમજ ખેડૂત વિકાસ ભાજપ પ્રેરિત પેનલ સામસામે ચૂંટણી લડી રહી હતી. કુલ 20 ઉમેદવારો મેદાને હતા. 968 મતદારોમાંથી 933 મતદારોએ મતદાન કર્યું હતું. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 37 રાઉન્ડની મતગણતરીમાં ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપ સંચાલિત સહકાર પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.