- ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ થયો ઓવરફ્લો
- ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
- ખાભડાં ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
બોટાદ: બોટાદ શહેરમાં ભારે વરસાદના કારણે બોટાદની ઉતાવળી નદીમાં પુર આવ્યું હતું. તેને લઈને બરવાળાના ખાભડા ડેમમાં પાણીની આવક વધતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. ખાભડા ડેમ 80 ટકા ભરેલો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા ડેમના દરવાજા વહેલી સવારે ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખોલવાને કારણે નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા. જેમાં બેલા, ટિબલા, કુંડળ, બરવાળા, નાવડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો- Gujarat Rain Update: બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ, ટેમ્પો પાણીમાં તણાયો
પૂલ તૂટતા પરિવહનમાં મુશ્કેલી
આ સાથે નદીમાંથી લોકોને અવર જવર ન કરવાની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ખાભડા ડેમ ઓવરફ્લો થતા ખાભડા ગામનો પુલ તૂટ્યો હતો. ગામ લોકોને અવરજવર માટે આ એક જ રસ્તો હોવાથી ગામ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તાત્કાલિક પુલ બનાવવામાં આવે તેવી ગામલોકોએ સરકાર પાસે માગ કરી છે.