આજરોજ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રમેશભાઈ દ્વારા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર કોંગ્રેસના કાર્યકરોને છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ સી.મેર દ્વારા પક્ષના સક્રિય કાર્યકર હોવા છતાં જવાબદારીની વિરુદ્ધ જઈ તેમજ પક્ષવિરોધી મીડિયામા પ્રવૃત્તિ કરી પક્ષની મીટીંગમાં કાર્યકરોને આવતા અટકાવવા બદલ તેમને પાર્ટીમાંથી હાંકી કઢાયા છે. ઉપરાંત વોટ્સએપ ગ્રુપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અફવા ફેલાવી કાર્યકરોને અટકાવવાના આક્ષેપ સાથે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હરેશભાઈ ધુડાભાઈ પંચાલ, સિકંદર ઝીણાભાઈ જોખીયા તથા સંજયભાઈ પટેલને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આજરોજ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિદ્વારા પક્ષ વિરોધી કાર્ય કરવાના આક્ષેપ સાથે તેમજ શિસ્તભંગનાં પગલા લેવા બાબતે બોટાદના માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. એમ. પટેલને પક્ષના કુલ 15થી 20 કારોબારીની મીટીંગ તથા તાલુકાની મીટીંગ તથા કાર્યક્રમમાં હાજરી નહોતા આપતા તેમજ દરેક કાર્યક્રમ નિષ્ફળ કેમ જાય તેવા પ્રયત્નો કરતા હતા. તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં કોણ પક્ષવિરોધી કામ કરે છે. જે બાબતની વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત પ્રદેશ સમિતિ તથા નિરીક્ષકને આ અંગે ફરિયાદ કરેલી છે.
આમ પાર્ટીના હિતમાં ધીરજલાલ એમ પટેલને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.