- ગઢડા વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપની સંકલન બેઠક યોજાઇ
- રાજ્યની 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશેઃ શંકર ચૌધરી
- આગેવાનોનું કાર્યકરોને માર્ગદર્શન
- મતદાન દિવસ સુધીના કાર્યક્રમોની ચર્ચા કરાઇ
બોટાદઃ ગઢડા 106 વિધાનસભા પેટા ચૂંટણીને લઈ પટેલ સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ભારતીબેન શિયાળ, ભીખુભાઈ દલસાણીયા, શંકરભાઈ ચૌધરી, વિભાવરીબેન દવે, કુંવરજીભાઈ બાવળિયા, ગોરધનભાઇ ઝડફિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં આગેવાનોએ કાર્યકરોને આગામી ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
ભાજપના માઈક્રો પ્લાનિંગ વિશે ચર્ચા
ગઢડા વિધાનસભા 106 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આત્મારામ પરમારને જીતાડવા ભાજપ દિવસેને દિવસે વધુ સંક્રિય થતુ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણીને લઈ મતદારો વધુ ભાજપ તરફી મતદાન કરી શકે તેવા આયોજન સાથે ભાજપના કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં પટેલ સમાજની વાડીમાં સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભાજપના માઈક્રો પ્લાનિંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આગામી કાર્યક્રમ બાબતે ચર્ચા કરાઇ
ચર્ચામાં બુથ પ્રમુખ, પેજ પ્રમુખ તેમજ આગામી 3 નવેમ્બરના રોજ યોજાનાર મતદાન દિવસ સુધીના કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યોમાં રહ્યા હાજર રહ્યા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપવા ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગોરધનભાઇ ઝડફિયા, કુંવરજીભાઈ બાવળિયા, વિભાવરીબેન દવે, શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો રહ્યા હાજર.
8 બેઠકો પર ભાજપનો વિજય થશેઃ શંકર ચૌધરી
આ બેઠકને લઈ શંકર ચૌધરી દ્વારા જણાવેલ કે આગામી દિવસોમાં માત્ર જીત નહીં ખૂબ મોટી લીડ સાથે ગઢડા બેઠક સાથે રાજ્યની 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે.