- સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં પદભાર સંભાળ્યો.
- જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જાહેરાત થતા કાર્યકરોમાં ખુશી
- આગામી જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કર્યો
બોટાદ : ભારતીય જનતા પાર્ટીના બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે ભીખુભા વાઘેલાની વરણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પ્રમુખ તરીકેની જાહેરાત થતા જ ભાજપના આગેવાનોમાં ખુશી છવાઇ ગઈ હતી. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરના સંતોની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો.
સી. આર. પાટીલે નવાપ્રમુખોની જાહેરાત કરી હતી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા જિલ્લા ભાજપના નવા પ્રમુખોની થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી. જેમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે બોટાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાનોએ ભીખુભા વાઘેલાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ભીખુભા વાઘેલાનું નામ જાહેર થતા જ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશી નો માહોલ છવાય ગયો હતો. ત્યારે બે દિવસ પહેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ ભીખુભા વાઘેલાએ ચાર્જ સભાળ્યો હતો. જેમાં સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કોઠારી વિવેકસાગર સ્વામી અને સંતોની હાજરી રહી હતી અને આશીર્વચન સાથે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ નવનિયુક્ત પ્રમુખ દ્વારા સાંભળવામાં આવ્યો હતો.
ભાજપનું સગઠન વધુ મજબુત થાય તેવા પ્રયાસ
આ પ્રસગે ભીખુભા વાઘેલા દ્વારા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જિલ્લા ભાજપનું સગઠન વધુને વધુ મજબુત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાી ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.