- ગઢડામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો કાર્યક્રમ યોજાયો
- ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ કાર્યક્રમમાં રહ્યા હાજર
- કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસન્સના ઊડ્યા ધજાગરા
- જિજ્ઞેશ મેવાણી સહિત લોકો જોવા મળ્યા માસ્ક વગર
- 10 હજાર એકર જેટલી જમીન પર માથાભારે તત્વોનો કબજો
- જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર કર્યા આકાર પ્રહાર
બોટાદઃ ગઢડાના માંડવધાર ગામમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, સરકાર દ્વારા દલિત સમાજને ખેતી માટે ફાળવવામાં આવી છે. 10,000 જેટલા મજૂરોને ખેડૂતો બનાવ્યા છે. સરકારે કાયદો પણ બનાવ્યો છે. 10,000 એકર જેટલી જમીન પર માથાભારે તત્વો દ્વારા કબજો કરવામાં આવ્યો છે. જેને છોડાવવા માટે કે સોંપવા માટે અધિકારીઓ કે ગુજરાત સરકાર દ્વારા કે પછી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે જિજ્ઞેશ મેવાણી દ્વારા હુંકાર પણ કરવામાં આવી કે, હું 6 ડિસેમ્બરે બોટાદ ખાતે હાજર રહેવાનો છું.
કાર્યક્રમમાં મોટા ભાગના લોકો માસ્ક વગર દેખાયા
જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા, પરંતુ તે આ કાર્યક્રમ દરમિયાન માસ્ક વગર હાજર રહ્યા હતા. સરકાર દ્વારા નવી જાહેર કરવામાં આવેલી કોવિડ-19 ગાઈડલાઈનના અહીં ધજાગરા ઊડ્યા હતા. તેમ જ કાર્યક્રમમાં હાજર રહેલા મોટા ભાગના લોકોએ પણ માસ્ક પહેર્યું નહોતું. બીજી બાજુ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા કોવિડની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેના ધજાગરા ઉડ્યા હતા લોકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સની ભાન ભૂલ્યા હતા. જીજ્ઞેશ મેવાણી પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે 200થી 300 લોકો જોવા મળ્યા હતા.