બોટાદ : ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા ખાતે થયો હતો. તેમને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. બોટાદમાં રહી અનેક કાવ્યોની રચના કરેલી હતી. જેમાં ખાસ કરીને લાગ્યો કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું વગેરે જેવા અનેક કાવ્યોની રચના કરી હતી. આજે તેમની ૭૩મી નિર્વાણ તિથિ નિમિત્તે સરકારી હાઈસ્કૂલ પાસે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોટાદના એસ.પી તથા ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર પિનાકીન મેઘાણી તથા લોક સાહિત્યકાર અભેસિંગ રાઠોડ અને ગામના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતાં.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૩મી નિર્વાણ તિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ - રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૩મી નિર્વાણ તિથિ નિમિત્તે સરકારી હાઈસ્કૂલ પાસે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોટાદ શહેરના અધિકારી પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.