ભાવનગર: એક બાજું અંગ્રેજી શિક્ષણની વાતો થઈ રહી છે. ગુજરાત સરકારે ગુજરાતી શિક્ષણને ફરજિયાત કર્યું છે. એવા માહોલ વચ્ચે દેવોની ભાષાને સાચવવા માટે એક મહિલાના પ્રયાસને લગ્નમાં વરરાજા પોંખાય એમ પોંખવામાં આવી રહ્યો છે. સમાજમાં નારીને સશક્ત કરવા અનેક પ્રયાસો થયા અને મહિલાઓ સશક્ત બની પણ છે. પણ જો મહિલા સમાજને સશક્ત બનાવે તો? એ પણ સંસ્કૃતિ વારસાને જાળવવા. હા ભાવનગરના રીટાબેન કોટક શહેરમાં બાળકોને નાનપણથી બોલતા શીખે તે પહેલાં સંસ્કૃત શીખવી રહ્યા છે. બાળકોની પાછળ તેમના માતાપિતાઓ પણ મોટી વયે સંસ્કૃત શીખીને મૂળ ભાષાને સાચવવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: Womens Day: રિવરફ્રન્ટ, AMTS, BRTS તેમજ મેટ્રોમાં મહિલાઓને સલામતીનો અહેસાસ કરાવવા કરાઈ અનોખી પહેલ
કોઈ ફી નહીં: રીટાબેન કોઈ ફી લેતા નથી બસ સમાજ સેવા કરે છે. સમાજને 10 વર્ષથી અદભુત સેવા કરી રહ્યા છે. જેઓ બાળકોમાં સંસ્કૃતના શ્લોક શીખવે છે. જેમાં ગીતાજી અને શિવપુરાણનો પણ સમાવેશ થાય છે. 58 વર્ષની ઉંમરના રીટાબેન કોટક તેમના પિતા સાથે રહે છે. શહેરના વાઘાવાડી રોડ પર આવેલા ફ્લેટમાં માત્ર એક માત્ર પિતા સાથે રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
પરિવાર વિદેશમાં: રીટાબેનના પુત્ર અને પરિવાર વિદેશમાં વસે છે. એકલા પિતા સાથે રીટાબેને સંસ્કૃત ભાષા સાથે મિત્રતા કરી લીધી છે. બોલતા નહિ શીખનાર બાળકોને તેઓ સંસ્કૃતના શ્લોકો કંઠસ્થ કરાવી રહ્યા છે. 3 વર્ષની ઉંમરમાં આવતું બાળક ધોરણ 8 સુધી પહોંચીને પણ રીટાબેન પાસેથી આખી ગીતા કંઠસ્થ કરી ચુક્યા છે.
શું કહે છે રીટાબેન: વાઘાવાડી વિસ્તારમાં રાધામોહન ફ્લેટમાં રહે છે. રીટાબેન કોટકે જણાવ્યું હતું કે, 10 વર્ષથી લખતા વાંચતા શીખ્યા ના હોઈ તેવા બાળકોને અઠવાડિયામાં કંઠસ્થ કરાવું છું. સાંજે 5 થી 7 કલાક સુધી જે શીખવા માંગતા હોય તેવા બાળકોને એક શ્લોક વારંવાર ચારથી પાંચ વખત બોલાવું એટલે યાદ રહી જાય છે. ભાગવત ગીતાના અધ્યાય, હનુમાન અને ગાયત્રી ચાલીસા તેમજ શિવ તાંડવઃ શીખવું છું. જે ત્રણ વર્ષના હોઈ બોલતા લખતા ના આવડતું હોય તેવા બાળકોને લખતા વાંચતા શીખે તેની પહેલા સંસ્કૃત શ્લોક કંઠસ્થ કરાવી આપું છું. ઓનલાઈન પણ હું ઘણા લોકોને શીખવું છું.
આ પણ વાંચો: Women's Day 2023 : રાજકોટની આ મહિલા, જે 210 મનોદિવ્યાંગ બાળકોની માતા તરીકે ઓળખાય છે
શું કહ્યું વિદ્યાર્થીઓએ: કશીશ ભટ્ટ (ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થી) કહે છે કે, હું પહેલા ધોરણથી અહીં આવું છું અને રિટાબેને મને ગીતાના અધ્યાયનો કોર્સ પૂર્ણ કરાવી દીધો છે. હું સંસ્કૃતમાં આગળ ભણીને P.hd કરવા માગું છું. અન્ય એક વિદ્યાર્થી સંકલ્પ (ધોરણ 6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી) કહે છે કે, હું બીજા ધોરણથી રીટાબેન પાસે શીખવા આવું છું. હું ભાગવત ગીતાના અધ્યાય, અર્થ સમજાવતા અને સવાલ જવાબ આપતા શીખ્યો છું.
રત્ન સમાન: ગુરુ સ્ત્રોત,શિવ તાંડવ બધું તેમની પાસેથી શીખ્યો. રીટાબેન એક માત્ર સંસ્કૃત રત્ન હતા. તેમના અભ્યાસકાળમાં ભાવનગરના રીટાબેન કોટકે ભાવનગર યુનિવર્સીટીમાં M.COM કરેલું છે. સંસ્કૃત વિષયમાં જામનગર યુનિવર્સીટીમાં તેમને "રત્ન" પ્રાપ્ત કરેલું છે. તેમના અભ્યાસ કાળમાં ભાવનગર શહેરમાં તેઓ એકમાત્ર "રત્ન" પ્રાપ્ત કરનાર અને જામનગર યુનિવર્સીટીમાં પ્રથમ રહ્યા હતા.
બાળકો નહીં સમાજમાં ઘણા લોકોને સંસ્કૃત વાંચતા પણ નથી આવડતું આ જોઈ મને દુઃખ થાય છે. હું દરેક સંસ્કૃત શીખનારની રિટર્ન પરીક્ષા પણ લઉ છું. બાળકોમાં 5 ધોરણ બાદના બાળકોની રિટર્ન પરીક્ષા લઉ છું. ઘણા વાલીઓ મારી પાસે શીખી રહ્યા છે. સંસ્કૃત શીખવું જોઈએ. જેથી સંસ્કૃતિ સચવાય છે. હાલમાં હું સંસ્કૃતનો અર્થ પણ સંસ્કૃતમાં શીખવવા માટે ભણી રહી છું. ધ્યેય સમાજના દરેક નાના મોટા વ્યક્તિઓને સંસ્કૃત શીખવવાનો છે. છેલ્લા 10 વર્ષમાં તેમને 2 હજાર લોકોને ગીતાના અધ્યાયના શ્લોકોને કંઠસ્થ કરાવ્યા છે. હજુ પણ આગળ 58 વર્ષના રીટાબેન રિટાયર્ડ થવાને બદલે યુવાનવાય જેવી ઈચ્છા ધરાવી સંસ્કૃતિને સાચવવા આગળ ધપવા માંગે છે.--રીટાબેન કોટક (સંસ્કૃત શીખવનાર)