ભાવનગર : ભાવનગર સ્ટેટના સમયથી અશ્વો માટે ખાસ જમીન ફાળવવામાં આવી હતી. રજવાડાના સમયમાં કાઠિયાવાડના અશ્વો (Kathiyawadi Horse) વિદેશો સુધી પ્રસિદ્ધ અને પ્રચલિત હતા. આજના આધુનિક સમયમાં માત્ર પોલીસ બેડામાં અશ્વો રહ્યા છે. ત્યારે ભાવનગર માઉન્ટેડ પોલીસમાં કેવા અશ્વો અને આજે પણ દેશ વિદેશમાં ભાવનગર અશ્વદળ (Horse Force of Bhavnagar) કેમ ખ્યાતિ પામ્યું છે તે જાણીએ વિગતવાર..
અશ્વો માત્ર પોલીસ બેડામાં
ભાવનગર સ્ટેટ (Kingdom of Bhavnagar) દ્વારા ભાવનગરને આઝાદી પહેલા માઉન્ટેડ પોલીસ (Bhavnagar Mounted Police) માટે એટલે કે અશ્વ દળ માટે જમીન ફાળવી હતી. અશ્વદળ માટેની જમીન ફાળવ્યાને આજે 150 વર્ષ થયાં છે. આજે દેશમાં પ્રથમ નંબરે ભાવનગર માઉન્ટેડ પોલીસ છે કારણ કે, અશ્વોમાં કાઠિયાવાડી અશ્વના રજવાડાના સમયથી બોલબાલા છે. હાલમાં ભાવનગર માઉન્ટેડ પોલીસ પાસે કાઠિયાવાડી અશ્વો છે. DSP જયપાલસિંહ રાઠોરએ જણાવ્યું હતું કે, હાલમાં માઉન્ટેડ પોલીસમાં અશ્વો છે અને અશ્વો પોલીસ દળમાં કડી સુરક્ષા, સાંકડા રસ્તા અને ખાસ કરીને ગામડામાં સીમાડાઓ મહત્વની ભૂમિકા ભજવવામાં ફાયદાકારક બને છે.
ભાવનગરના અશ્વોની સિદ્ધિ
ભાવનગર યુનિવર્સિટીની બાજુમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ માઉન્ટેડ પોલીસ માટે એટલે કે અશ્વદળ માટે જગ્યા ફાળવી હતી. આર.ડી. ઝાલાએ અશ્વ દળની ઊંચાઈએ પોહચાડવા કમર કસી હતી. રાજસ્થાનના ખંડેલા સ્ટેટના હનુમંત સિંહ પાસેથી શિવાલીક ઘોડો લાવવામાં આવ્યો જે ટ્રેનિંગ દરમિયાન રાષ્ટ્રીય મેડલ જીતેલો. જો કે શિવાલીક ઘોડાનું દેહાંત 2013માં થઈ ગયું હતું. સારંગ અને ટાઇગર જેવા પણ અશ્વો છે કે, જેઓ સ્પર્ધામાં મેડલો મેળવી ચૂકેલા છે. RPI એન.જે સરવૈયાએ જણાવ્યું હતું કે, ભાવનગર માઉન્ટેડ પોલીસમાં બીજલી, આકાશ, મોતી અને મેઘદૂત જેવા હાલમાં રેસના ઘોડા છે. આમ તો 12 જેટલા ઘોડા છે જે સ્પર્ધાઓમાં ચાલે છે. હાલમાં ભાવનગર માઉન્ટેડ પોલીસ પાસે 30 જેટલા અશ્વો છે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરના ક્વાંટમાં એક અશ્વને ગ્લેન્ડર રોગ થતા તંત્રએ અશ્વ કુળના પશુઓની હેરાફેરી પર મૂક્યો પ્રતિબંધ
અશ્વની કેવી માવજત
ભાવનગર માઉન્ટેડ પોલીસમાં રહેલા અશ્વોને (Horses of Bhavnagar) સમયસર માલિશ અને ખોરાક આપવામાં આવે છે. માલિશ અને વ્યવસ્થિત ખોરાકથી અશ્વો મજબૂત બને છે. 30 પૈકી હાલ માઉન્ટેડ પોલીસમાં ભાવનગર શહેરમાં 21 અશ્વો છે. જ્યારે અન્ય જિલ્લામાં અલગ અલગ મુકવામાં આવેલા છે. હવે અશ્વમી ઊંચાઈ ફૂટ કે ઇંચમાં માપવામાં નથી આવતી. પરંતુ એક મુઠી હાથ વાળો તેમ મુઠી બરાબર ઊંચાઈ માપવામાં આવે છે. માઉન્ટેડ પોલીસમાં મોટા ભાગે 14 મુઠીની ઊંચાઈના દરેક અશ્વો છે.
આ પણ વાંચોઃ Horse Competition 2021: મહારાષ્ટ્રની અશ્વ શૉ સ્પર્ધામાં જૂનાગઢના અશ્વનો આવ્યો પ્રથમ ક્રમાંક