- ભાવનગરમાં દીકરીની છેડતી બાબતે ઠપકો આપવા જતા વ્યક્તિની હત્યા
- ઘરની સામે જ આવેલી દુકાનમાં ઠપકો આપવા જતા વ્યક્તિ પર છરીથી હુમલો
- આરોપી હત્યા બાદ નાસતો ફરતો હતો, પોલીસે આરોપીની કરી ધરપકડ
ભાવનગરઃ શહેરના છેવાડે આવેલા કુંભારવાડાનાં અક્ષર પાર્કમાં ઘરની સામે દુકાન ધરાવતા શખ્સ સાથે સામાન્ય બોલાચાલી બાદ યુવકની ઘાતકી હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. એટલે પોલીસ કાફલો દોડી ગયો હતો. ભાવનગર પરા રેલવે સ્ટેશન પાછળ આવેલા અક્ષર પાર્કમાં સાંજે હત્યાના બનાવ બાદ નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
અંતે ઝડપાયો આરોપી શું હતું કારણ હત્યાનું
અક્ષર પાર્કમાં જ્યાં દુકાન હતી. તે સ્થળ પર ડીવાયએસપી સાફિન હસન સહિત બોરતળાવ પોલીસ સ્ટેશનનો કાફલો પોહચી ગયો હતો. હત્યા કરીને નાસી જનારા શખ્સ ધવલ ઉર્ફે હુરિયાને પોલીસે પકડી પાડ્યો છે. મૃતક રણછોડભાઈ ધવલને ઠપકો આપવા ગયા હતા કે તું કેમ તેમની દીકરી સામે જોવે છે? તેથી ઉશ્કેરાયેલા ધવલે છરી વડે હુમલો કરીને નાસી છૂટ્યો હતો અને અંતે પોલીસે આરોપી ધવલને ઝડપી લીધો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.