ભાવનગરઃ શહેરમાં ભારે ઠંડી હળવી થતાની સાથે શરદી,ઉધરસ અને તાવના(Cases of fever, cold and cough increased ) કેસો વધ્યા છે. બે અઠવાડિયામાં આવેલા કેસો અને શરદી અને ઉધરસ તાવથી લોકોને કોરોનાના પણ લક્ષણ હોવાથી ચિંતા સતાવી રહી છે. જો મહાનગરપાલિકાના ચોપડે કેટલા કેસો ? અને ખાનગીની ગણતરી કરીયે તો અંદાજે કેટલા ? શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ઠંડીના ફરી વળેલા મોઝા બાદ સામાન્ય વાયરલ (Increase in viral cases in Bhavnagar )ઊંચકાયો છે. શહેરમાં શરદી,ઉધરસના કેસો જોવા મળી રહ્યા છે. એક તરફ કોરોનાના લક્ષણ પણ શરદી અને ઉધરસ હોવાથી એક સમય લોકોને ચિંતા જરૂર કરે છે ત્યારે ભાવનગર મહનર પાલિકાના (Bhavnagar Municipal Corporation )ચોપડે શુ પરિસ્થિતિ છે.
શહેરમાં ઠંડી બાદ સામાન્ય વાયરલના કેસો અને સ્થિતિ
શહેરમાં 18 તારીખથી લઈને 21 તારીખ સુધી ભારે ઠંડી રહેવા પામી છે. આ ઠંડી છેલ્લા બે દિવસથી હળવી થઈ છે.પરંતુ ઠંડીમાં સામાન્ય વાયરલના ઝપટમાં કેટલા લોકો આવ્યા તેનો અંદાજ લગાવવામાં આવર તો પણ ચોંકી જવાય છે. મહાનર પાલિકાના જ 13 સેન્ટરમાં બે અઠવાડિયામાં 1026 કેસો નોંધાયા છે. તાવના બે અઠવાડિયામાં 177 કેસ(Cases of fever, cold and cough increased ) નોંધાયા છે. આ સિવાય સર ટી હોસ્પિટલ (Bhavnagar Government Hospital)અને ખાનગી હોસ્પિટલોમાં પણ આંકડાઓ સ્વાભાવિક વધુ જોવા મળે તેમ માની શકાય છે. આરોગ્ય અધિકારીએ શરદી ઉધરસમાં થોડો વધારો થયો હોવાનું જણાવ્યું છે.
શરદી ઉધરસની સિઝન અને ઓમીક્રોનના ડર વચ્ચે સાવચેતી
ભાવનગરમાં બે દિવસમાં માની શકાય કે સરકારી અને ખાનગીમાં મળીને આશરે એક હજાર કેસ શરદી, ઉધરસના આવતા હશે તો કેટલાક ઘરે બેઠા પણ ઉપચાર કરી લેતા હશે. શિયાળો એટલે સામાન્ય વાયરલ શરદી,ઉધરસ અને તાવની સિઝન માનવામાં આવે છે ત્યારે કોરોના અને ઓમિક્રોનનો ડર સ્વાભાવિક લોકોને શરદી કે ઉધરસ થવાથી સતાવે ત્યારે લોકોએ શિયાળામાં ખાસ આરોગ્ય અધિકારી આર કે સિંહાએ જણાવ્યું હતું કે લોકોએ માસ્ક પહેરવું અને અંતર રાખવું તેમજ સેનીટાઈઝ કરતા રહેવું જોઈએ જો કે ભાવનગરમાં હજુ સુધી ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી પણ સાવચેત રહેવું જરૂરી છે. મહાનગરપાલિકા હાલમાં 600 રોજના રેપીડ અને 1200 જેટલા RTPCR ટેસ્ટ કરી રહી છે.
આ પણ વાંચોઃ Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ
આ પણ વાંચોઃ GST Search Operation in Kanpur: અમદાવાદ GSTના અધિકારીઓનું કાનુપુરમાં સર્ચ ઓપરેશન, 150 કરોડ રોકડ જપ્ત