ભાવનગર : શહેર મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા પાંચ ગામના લોકોને આપવામાં આવેલા વેરાને પગલે વિરોધ શાંત નથી પડ્યો. હજુ એક મહિના પહેલા કોંગ્રેસ અને ગામ લોકોએ કાર્યક્રમ યોજ્યો હતો ત્યાં ફરી ગામલોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જ્યારે મોતીબાગ ટાઉનહોલમાં એકઠા થઈને પાંચ ગામના લોકો રેલી સ્વરૂપે ભાવનગર મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારે લોકોની માંગ છે કે, વેરા માફી આપવામાં આવે. કારણ કે, 2015થી ગામ ભળી ગયા બાદ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને પાંચ વર્ષના વેરાના બિલ એક સાથે આપી દેવામાં આવ્યા છે. જે તદ્દન ગેરવ્યાજબી છે.
ભાવનગર મનપામાં પાંચ ગામ ભળ્યા બાદ સુવિધા ન મળતા ગામલોકોએ વેરો ભરવાનો કર્યો વિરોધ - Bhavnagar Municipal Corporation
ભાવનગર શહેરમાં પાંચ ગામને ભેળવી દીધા બાદ આજદિન સુધી કોઈ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. ત્યારે વેરો નહિ ભરવા ગામ લોકો અગાઉ ચીમકી આપી ચૂક્યા છે. ત્યારે ફરી ગામ લોકો એકઠા થઇ રેલી કાઢીને મહાનગર પાલિકા સુધી પહોંચ્યા હતા. લોકોએ પ્રાથમિક સુવિધા આપી વેરો લેતા જવાની માંગ કરી હતી. જોકે, પોલીસ અને ગામ લોકો વચ્ચે શાબ્દિક બોલાચાલી વચ્ચે ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
![ભાવનગર મનપામાં પાંચ ગામ ભળ્યા બાદ સુવિધા ન મળતા ગામલોકોએ વેરો ભરવાનો કર્યો વિરોધ Bhavnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8843373-thumbnail-3x2-dzscfa.jpg?imwidth=3840)