ETV Bharat / state

Uttarayan 2024: તમે ટુ વ્હીલર પર થ્રેડ ગાર્ડ નખાવ્યું ? શું કહે છે નિયમો ?

ઉત્તરાયણમાં ટુ વ્હીલર ચાલકો દોરીથી જીવલેણ અકસ્માતના ભોગ બનતા હોય છે. અનેક કિસ્સાઓમાં ચાલક જીવ પણ ગુમાવે છે. આ જીવલેણ અકસ્માતથી બચવા ટુ વ્હીલર પર થ્રેડ ગાર્ડ નાખવામાં આવે છે. જો કે આ થ્રેડ ગાર્ડ વિશે આરટીઓના નિયમો શું કહે છે, વાંચો વિગતવાર. Uttarayan Two Wheelers Thread Guard Bhavnagar

તમે ટુ વ્હીલર પર થ્રેડ ગાર્ડ નખાવ્યું ? શું કહે છે નિયમો ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 5:35 PM IST

ઉત્તરાયણ બાદ આ થ્રેડ ગાર્ડ ટુ વ્હીલર્સ પરથી હટાવી લેવા હિતાવહ છે

ભાવનગરઃ ઉત્તરાયણમાં પતંગ રસિકો પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે, પરંતુ આ આનંદ અનેક લોકો, પશુ-પક્ષીઓ માટે ઘાતક બની જતો હોય છે. પતંગ ચગાવવા વપરાતી જીવલેણ દોરી અનેક ટુ વ્હીલર ચાલકોના મૃત્યુનું કારણ પણ બને છે. ટુ વ્હીલર ચાલકો આ સમસ્યાના નિવારણ માટે વાહન પર થ્રેડ ગાર્ડ લગાડતા હોય છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ વાહનો પર ફ્રીમાં થ્રેડ ગાર્ડ લગાડીને સામાજિક કાર્યો કરતી હોય છે. જેમકે ભાવનગરની પ્રયત્ન ફાઉન્ડેશન. આ વર્ષે આ સંસ્થા દ્વારા 700 જેટલા ટુ વ્હીર્લ્સમાં થ્રેડ ગાર્ડ નાંખવામાં આવ્યા છે.

4 વર્ષથી થ્રેડ ગાર્ડ ફ્રીમાં નંખાય છેઃ ભાવનગર શહેરમાં ઉત્તરાયણ આવતા ગળામાં દોરીથી ઈજા થતાં મૃત્યુ થવાના બનાવો બનતા રહ્યા છે. 2024માં ઉત્તરાયણ પગલે વાહન ચાલકો દોરીનો ભોગ ન બને તે માટે ભાવનગરની પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા થ્રેડ ગાર્ડ મફતમાં નાખવામાં આવ્યા છે. 4 ચાર વર્ષ અગાઉ પ્રયત્ન ફાઉન્ડેશનના પ્રમુખ શૈલેષ પંડ્યાનો મિત્ર દોરીનો ભોગ બન્યો અને કરુણ મૃત્યુ પામ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી દરેક ઉત્તરાયણ અગાઉ આ સંસ્થા ટુ વ્હીલર્સમાં થ્રેડ ગાર્ડ નાંખી આપે છે. આ વર્ષે 700 જેટલા થ્રેડ ગાર્ડ નાખવામાં આવ્યા છે.

પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા 700 જેટલા ટુ વ્હીર્લ્સમાં થ્રેડ ગાર્ડ નાંખવામાં આવ્યા છે

મારા મિત્રનું દોરીને લીધે થયેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેથી અમારી સંસ્થા દ્વારા છેલ્લા 4 વર્ષથી ટુ વ્હીલર્સ પર થ્રેડ ગાર્ડ નાંખવામાં આવે છે. આ વર્ષે અમે 700 જેટલા થ્રેડ ગાર્ડ નાંખ્યા છે...શૈલેષ પંડ્યા(પ્રમુખ, પ્રયત્ન ફાઉન્ડેશન, ભાવનગર)

શું છે નિયમ?: થ્રેડ ગાર્ડથી વાહન ચાલકોનો જીવ બચી શકે છે. જો કે આ થ્રેડ ગાર્ડ ઉત્તરાયણ બાદ કાઢી નાંખવા જોઈએ કારણ કે તેનાથી વિઝિબિલિટીના પ્રોબ્લેમ થતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન થોડા દિવસ પૂરતા આ થ્રેડ ગાર્ડ ટુ વ્હીલર્સ પર લગાડવા બરાબર છે, પરંતુ ઉત્તરાયણ બાદ આ થ્રેડ ગાર્ડ ટુ વ્હીલર્સ પરથી હટાવી લેવા હિતાવહ છે, કારણ કે આરટીઓના નિયમ અનુસાર ડ્રાઈવરને વિઝિબિલિટીમાં અડચણરુપ ચીજો વાહનમાં ન હોવી જોઈએ.

ઉત્તરાયણ સંદર્ભે ટુ વ્હીલર્સમાં થ્રેડ ગાર્ડ નાંખવા જોઈએ, જો કે ઉત્તરાયણ બાદ આ થ્રેડ ગાર્ડ દૂર કરવા જોઈએ. ડ્રાયવરની વિઝિબિલિટીને ડિસ્ટર્બ કરે તેવી કોઈ ચીજ વાહનમાં ન લગાડવી જોઈએ...ઈન્દ્રજીત ટાંક(આરટીઓ અધિકારી, ભાવનગર)

  1. Kite Festival : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, લોકોને જોવા મળી અવનવી પતંગો
  2. Kite Festival: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ, CM ભુપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્દઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.