વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં ઇનોવેશન હબ અંતર્ગત દિક ચક્ર 2020 બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત વિદ્યાપીઠના માજી ઉપકુલપતિ સુદર્શન આયંગરના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ મોડલ અમે પણ નિહાળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓ માં ખૂબ જ પ્રતિભાવ રહેલી છે અને તેને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મની જરૂર છે.
આ કાર્યક્રમમાં ધરમપુર અને કપરાડાની ઉદ્યોગિક તાલીમ સંસ્થાના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા તેમના tradeને લગતા વિવિધ મોડેલો તેમની પ્રતિભા અનુસાર બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં ઇલેક્ટ્રિશિયન કટિંગ ટેલરિંગ ફિટર ટર્નર જેવા અનેક ટેટના વિધાર્થીઓએ તેમને trade ને લગતા વિવિધ મોડેલો રજૂ કર્યા હતા. જે સામાન્ય વ્યવહારમાં લોકોને ખૂબ જ ઉપયોગી થઇ શકે એવા જણાયા હતા અને લોકોના ધ્યાન આકર્ષિત કરવા આ મોડલ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અનેક સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા તેમને નિહાળવા માટે ભારે ભીડ જામી હતી.
કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત વિદ્યાપીઠના માજી ઉપકુલપતિ સુદર્શન આયંગર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અહીં રજૂ કરવામાં આવેલી ૭૦ થી વધુ કૃતિ ઓને સ્વયં નિહાળી અને વિદ્યાર્થીઓ પાસેથી આકૃતિઓ અંગેની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે, આદિવાસી અને પછાત વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓમાં અનેકગણું ટેલેન્ટ છે અને આ ટેલેન્ટને વિજ્ઞાનને આધારે વિવિધ કૃતિઓ દ્વારા આ વિદ્યાર્થીઓએ રજૂ કરી છે અને તેમના માટે આવા પ્લેટફોર્મ ખૂબ જ જરૂરી છે. જેથી કરીને આગામી વર્તમાન સમયમાં આવા વિવિધ પ્રોજેક્ટ વ્યવહારમાં અમલમાં લાવી શકાય આ કાર્યક્રમની સાથે સાથે બે દિવસીય વિવિધ શેસનો પણ યોજાશે.
![Two-day planning of the Innovation Festival Dyak-2020 at Dharampur Science Center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-scincecenterdhrampur-avbb-7202749_26022020200051_2602f_02486_628.jpg)
નોંધનીય છે કે, આ કાર્યક્રમ દરમિયાન 70થી વધુ ઇનોવેટિવ પ્રોજેક્ટનું પ્રદર્શન નકામી વસ્તુમાંથી સર્જન, લોકપ્રિય વ્યાખ્યાન તેમજ ડ્રોન ઉપર કાર્યશાળાના થ્રીડી પેઇન્ટિંગ ઉપર કાર્યશાળા વિજ્ઞાન પ્રશ્નોત્તરી અને મનોરંજક રમતો વગેરેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રમુખ અતિથિ રૂપે પ્રોફેસર માજી ગુજરાત વિદ્યાપીઠ હાજરી આપી હતી.