ETV Bharat / state

જનનીનો જીવ કેવી રીતે ચાલ્યો - માતાએ પોતાના બે સંતાનોને તળાવમાં ડુબાડીને મોતને ઘાટ ઉતાર્યા - ભાવનગર સમાચાર

ભાવનગર નજીક સિહોર પાસે આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાના બે નાની વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દીધા હતા. આ અંગેની ફરિયાદ મહિલાના પતિએ સિહોર પોલીસ મથકમાં નોંધાવી છે.

હત્યારી માતા
હત્યારી માતા
author img

By

Published : May 25, 2021, 5:50 PM IST

Updated : May 25, 2021, 7:09 PM IST

  • ખોડીયાર તળાવમાં માતાએ પોતાના બે સંતાનોને પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતાર્યા
  • માતાએ પોતાના બે બાળકોને તળાવના પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી
  • પતિ પત્નીના ઘર કંકાશમાં બે માસુમ બાળકોનો લેવાયો ભોગ
  • સિહોર પોલીસે IPC 302 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

ભાવનગર : શહેરના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર પાસે આવેલા તળાવમાં સોમવારની મોડી સાંજના શિહોર ખાતે રહેતી એક માતાએ પોતાના બે બાળકોને તળાવના પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તે સમયે માતા સુનિતા તળાવને કાંઠે બેઠી હતી. પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બન્ને બાળકોના મૃતદેહને તળાવમાંથી બાહાર કાઢીને સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. સગા સંતાનોને ડુબાડીને તેમની હત્યા કરતા આ જનનીનો જીવ કેવી રીતે ચાલ્યો હશે?

હત્યારી માતા
ખોડીયાર તળાવમાં માતાએ પોતાના બે સંતાનોને પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતાર્યા

આ પણ વાંચો - વડોદરાના વારસિયા વિસ્તારમાં ઘરમાં માત-પુત્રીનો મૃતદેહ મળી આવ્યો

માતાએ બે બાળકોને ડુબાડીને મોતને ઘાટ ઉતાર્યા

આ બનાવ અંગે તેમના પતિએ સિહોર પોલીસમાં અજય મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 12 વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા અને બે સંતાનમાં દીકરી દ્રષ્ટિ અને ધાર્મિક છે. છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની નાની વાતમાં ઘરકંકાસ થતો હતો અને સોમવારે પણ સાંજે ફોન કર્યો ત્યારે તે બન્ને બાળકોને લઈને ખોડિયાર મંદિર દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું છે, ત્યારબાદ સાંજે ફોન કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી પત્નીએ એના બન્ને બાળકોને તળાવમાં ડુબાડી દીધા છે. જે અંગે જાણ થતા સ્થળ પર પહોચ્યો છે, ત્યારે માતા સુનિતા તળાવ કાંઠે બેઠી હતી. હાલ સિહોર પોલીસે ગુનો નોંધી IPC 302 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માતાએ પોતાના બે સંતાનોને તળાવમાં ડુબાડીને મોતને ઘાટ ઉતાર્યા

આ પણ વાંચો - ખેડામાં કરંટ લાગતા દીકરીને બચાવવા જતાં માતા પિતાનું મોત

શુ કહી રહ્યા છે ભાવનગર SP

જે બાબતે ભાવનગર SP જયપાલસિંહ રાઠોડ બનાવ અંગે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના ખોડિયાર માતાના મંદિરના પાછળના ભાગ જે તળાવ છે, તે તળાવમાં બે બાળકોની મૃતદેહ મળી હતી. જે અંગે તપાસ હાથ ધરી હતી. જે બાળકોના મૃતદેહ મળ્યો હતો. દ્રષ્ટિ અને ધાર્મિક આ બાળકોના જે માતા હતા. સુનિતા દ્વારા તેના બન્ને બાળકોને ડુબાડીને મારી નાંખવામાં આવ્યા હતા અને સુનિતા પણ તળાવમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આજુબાજુના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર જઈ સુનિતાને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટનામાં ધોરણસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પ્રાથમિક તપાસ જાણવા મળ્યું હતું કે સુનિતાના ઘરમાં ઘર કંકાશ થતો હોવાથી કંટાળીને પોતાના બે બાળકોની હત્યા કરી હતી. સુનિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનામાં બે બાળકોના મોત નિપજ્યા છે. આ બનાવ અંગે સિહોર પોલીસ 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

Last Updated : May 25, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.