ભાવનગર શહેરમાં ગંગાજળિયા તળાવમાં વર્મી કમ્પોઝ ખાતરનું કારખાનું પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતાની રેન્કમાં આગળ આવવા શરૂ કરાયેલા કારખાનમાં બગડેલા શાકભાજીની દુર્ગંધ વેપારીઓની માટે માથાનો દુખાવો બની ગઈ હતી.
શહેરના શાકમાર્કેટમાં નીકળતા ખરાબ શાકભાજીના નિકાલ માટે વર્મી કમ્પોઝ ખાતર બનાવા માટે મનપાએ લાખો ખર્ચીને કારખાનું બનાવ્યું હતું. શાસકોએ કોન્ટ્રાક્ટ પર આઉટ સૉરસિંગથી કામ આપી દીધું અને તે પણ ટૂંકા ગાળામાં બંધ થઈ જતા સ્વચ્છતા એક તરફ પડી રહી હતી. હવે મનપાએ પુનઃ શરૂ કર્યું છે. બગડેલા શાકભાજીની દુર્ગંધથી આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્યના મુખ્ય સચિવ સુધી રજૂઆતો કરી ચૂક્યા હતા પણ કોઈ નિરાકરણ નહીં આવતા રોષ ઠાલવી રહ્યા હતા. વિપક્ષે તો પૈસાનો ધુમાડો કરતા શાસકો સામે રોષ ઠાલવ્યો છે. પ્રજાની પાસેથી વેરાના પૈસા ઢોલ વગાડીને ઉઘરાવે અને અહીંયા ખોટી રીતે શાસકો વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
સ્વચ્છતાના નામે પૈસાનો ધુમાડો છતાં દુર્ગધથી વેપારી ત્રાહિમામ ભાવનગર શાકમાર્કેટમાં આવેલું કારખાનું વર્મી કમ્પોઝ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવે છે પણ કારખાનામાં રહેલા મશીનો ખરાબ થઇ ગયા છે. જે મશીનો ચાલું છે એમાં મનપા કામ પોતાનું ચલાવી રહી છે. બગડેલા શાકભાજીની મારતી દુર્ગંધ વચ્ચે શરૂ કરાયેલા કારખાનામાં 2 મહિનામાં 2 લાખનો ખર્ચ અને ખાતર વેંહચીને મેળવેલી આવકની રકમ ક્યાંક હાસ્યાસ્પદ છે. મનપાને ખાતરની આવક માત્ર બે મહિનામાં1 હજાર મળી હતી. શાસકો આવક નહીં સ્વચ્છતાને પગલે કારખાનું શરૂ કર્યું હોવાનું જણાવી રહ્યા છે. જે તદ્દન ખોટું છે કારણ કે, કારખાનું શરૂ થવાથી દુર્ગંધ વધી ગઈ હતી એટલે સ્વચ્છતાને પગલે રેન્કિંગમાં આવવાની પરોજણમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરાઈ રહ્યો છે. દુર્ગંધ વિશેની વાત જણાવ્યા બાદ ચેરમેન અધિકારીને જણાવશે અને હલ કરવાની ખાતરી આપી હતી. જે સાફ કરે છે કે શાસકોને ખ્યાલ જ નથી કે પૈસાનો વેડફાટ થઈ રહ્યો હતો.