ETV Bharat / state

Bhavnagar News: ત્રણ બાળકોની હત્યા કરનારા પિતાને આજીવન કેદ, 4 વર્ષ બાદ ચુકાદો

વર્ષ 2019 માં એક પિતાએ પોતાના બાળકોની હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ખાસ વાતએ છે કે આ કેસમાં આરોપી પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હતો બાળકોની હત્યાના મામલે તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ક્રૂર પિતાએ પોતાના જ ત્રણ બાળકોની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પોતાની પત્ની ઉપર પણ અંધશ્રદ્ધા રાખી ખોટી શંકા વ્યક્ત કરતો હતો. સમગ્ર કેસને ગંભીરતાથી લઈને કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો હતો.

2019માં ભાવનગરમાં જાલીમ પિતાએ પોતાના માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

author img

By

Published : May 11, 2023, 10:31 AM IST

2019માં ભાવનગરમાં જાલીમ પિતાએ પોતાના માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

ભાવનગર: સપ્ટેમ્બર 2019 માં ભાવનગરમાં હૈયુ કંપી જાય એવી ઘટના સામે આવી હતી. જેમાં એક પિતાએ પોતાના ત્રણ બાળકોને પતાવી દીધા હતા. પત્નીને રૂમમાં સુવડાવી ત્રણે બાળકોનું કાસળ કાઢી નાખ્યું હતું. જે કેસમાં પત્નીએ ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપી સુખદેવભાઇ શિયાળને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી સુખદેવને એવી આશંકા હતી કે, આ બાળકો એમના પોતાના નથી. ધારીયા વડે ત્રણેય સંતાનનોના ગળા કાપીને તેમણે પોતે પોલીસમાં જાણ કરી દીધી હતી. જેમાં પછીથી કોર્ટ કેસ ચાલતા આજીવન કેદની સજાનું એલાન થયું હતું. પૂરતા પુરાવા અને દલીલ બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

કોર્ટમાં કેસ ચાલી ગયો: ભાવનગરમાં 1 સપ્ટેમ્બર 2019ની જ્યારે મૂળ મહુવાના રાણીવાડા ગામના રહેવાસી સુખદેવભાઈ નાજાભાઈ શિયાળ ઉંમર વર્ષ 31ના પોતાની પત્ની જિજ્ઞાબેન અને ત્રણ બાળકો સ્વ ખુશાલ 7 વર્ષ ધોરણ બે માં અભ્યાસ, ઉદ્ધવ 5 વર્ષ બલમંદિરમાં હતો. મનોનીત 2.5 વર્ષ સાથે રહેતા હતા. લગ્ન જીવનના છ મહિના બાદ પત્ની ઉપર વારંવાર આક્ષેપ સુખદેવભાઈ શંકાના આધારે કહેતા હતા કે તું કાંઈક જમવામાં મેલું કરે છો. જો કે તારીખ 1 સપ્ટેમ્બર 2019ના રોજબપોરે 2 થી 2.15 વચ્ચે સુખદેવભાઈ નોકરીએથી ઘરે આવ્યા અને પત્નીને બીજા રૂમમાં સુવડાવી દીધી હતી.

શુ કહેવું છે સરકારી વકીલનું: સુખદેવભાઈને પોતાના બાળકો પોતાના નહિ હોવાની પત્ની પર શંકા હોવાથી પોણા ત્રણ કલાકે ત્રણેય બાળકોના ધારીયા વડે ગળા કાપીને હત્યા નિપજાવીને પોલીસને જાણ કરી હતી. પત્નીને શંકા જતા બારીમાંથી પાડોશીને બોલાવી જોવા કહ્યું હતું. બનવું બાદ પત્ની જિજ્ઞાબેને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલ મનોજભાઈ જોશીએ જણાવ્યા અનૂસાર આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા સંભળાવી છે.

તારીખ 1/9/2019 થી આ કેસ ચાલતો હતો. જેને પગલે આરોપી સુખદેવભાઈ નાજાભાઈ શિયાળને દલીલો અને 19 મૌખિક પુરાવા તેમજ 70 જેટલા દસ્તાવેજી પુરાવાને પગલે સ્પષ્ટપણે આદેશ કર્યો હતો કે જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજા સંભળાવી છે-- મનોજભાઈ જોશી (સરકારી વકીલ)

કડક સજાની કરી જોગવાઈ: ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મડ્ પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઈ નાજાભાઇ શિયાળ વિદ્યાનગર નવી પોલીસ લાઈનમાં બ્લોક નંબર 17, રૂમ નંબર 247 માં પોતાની પત્ની તથા ત્રણ સગીર બાળકો સાથે રહેતા હતા. પોતાના બાળકોને રમત રમાડવાનું કહીને હત્યા કરી હોવાની પત્નીની ફરિયાદ બાદ ભાવનગર નામદાર સેશન્સ જજ પીરઝાદા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા 19 મૌખિક પુરાવા અને 70 દસ્તાવેજી પુરાવા તથા ડીએનએ રિપોર્ટને ધ્યાને લઈ સરકારી વકીલ મનોજભાઈ જોશીની દલીલ આ પ્રમાણે રહી હતી. "આરોપીને ફાળવેલ ક્વાર્ટરમાં બનાવ બનેલ છે. આરોપીની બનાવ સમયે સ્થળ પર લોહીવાળા બનીયન પહેરેલ સ્થિતિમાં હાજરી હતી. સ્થળ ઉપર લોહીવાળું ધારીયુ મળી આવેલ છે. બાળકોની માતા, ફરિયાદીએ ફરિયાદ આપેલ છે. આ તમામ દલીલો ધ્યાને લઈ આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા તથા રૂપિયા 10,000 નો દંડ કોર્ટ દ્વારા ફરમાવેલ છે.

આ પણ વાંચો

1.Bhavnagar news: ભાવનાગર મનપાના આરોગ્ય અને સોલીડવેસ્ટના 12 કર્મચારીઓએ એકસાથે રાજીનામાં ધર્યા, માનસિક ટોર્ચરનો આરોપ

2.Bhavnagar news: માથા પર "દૂધ"ની ધારાથી શારીરિક સમસ્યામાંથી થાય છે છુટકારો, જાણો શું છે આયુર્વેદિક પદ્ધતિ

3.Bhavnagar Dummy Case: યુવરાજસિંહ જાડેજા જેલ હવાલે, કહ્યું- આ તો હજુ અલ્પવિરામ, પૂર્ણવિરામ બાકી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.