ETV Bharat / state

ચાલુ પેટ્રોલ પમ્પના મશીનમાં લાગી આગ: સમયસુચકતાએ આગ બુજાવતા મોટી જાનહાની ટળી - The fire started in the machine of the petrol pump

ભાવનગરના જિલ્લા પંચાયત સામે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પમ્પમાં અચાનક પેટ્રોલ પૂરવાના યુનિટમાં આગ લાગી હતી. આગની માત્રા પણ વધુ હોવાથી થોડા સમય માટે પેટ્રોલ પમ્પ ધડાકામાં સમાઇ ના જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી, પણ પેટ્રોલ પમ્પના કર્મચારીની સમય સુચકતાના પગલે આગને બુઝાવી દેવામાં આવી હતી.

ચાલુ પેટ્રોલ પમ્પના મશીનમાં લાગી આગ
ચાલુ પેટ્રોલ પમ્પના મશીનમાં લાગી આગ
author img

By

Published : Jun 6, 2021, 9:24 AM IST

  • પંચાયત સામે આવેલા પેટ્રોલ પમ્પમાં આગ ભભૂકી ઉઠી
  • ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ બુઝાઈ ગઈ
  • સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી છે

ભાવનગરઃ શહેરના મુખ્ય બજાર તરફ જિલ્લા પંચાયત પાસે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પમ્પમાં પેટ્રોલ પૂરતા મશીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાને કારણે નાસભાગ થવા લાગી હતી.

ચાલુ પેટ્રોલ પમ્પના મશીનમાં લાગી આગ

આ પણ વાંચોઃ અરવલ્લીના માલપુરમાં ફેકટરીમાં આગ

ધડાકા સાથે આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો

ભાવનગર શહેરના પંચાયત સામે આવેલા પેટ્રોલ પમ્પમાં આગ ભભૂકી ઉઠી હતી. ધડાકા સાથે આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો, પણ પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ ડર વગર ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો અને તાત્કાલિક આગને બુઝાવી દીધી હતી. હજુ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે, સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી છે.

ચાલુ પેટ્રોલ પમ્પના મશીનમાં લાગી આગ
ચાલુ પેટ્રોલ પમ્પના મશીનમાં લાગી આગ

આ પણ વાંચોઃ ડીસા રાધનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટ્રકમાં લાગી આગ

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે

ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ બુઝાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, પણ પેટ્રોલ પુરવાનું યુનિટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું અને મોટી જાનહાની થતા બચી ગઈ હતી. આગ લાગવાથી રોડ પર લોકોના ટોળા જામ્યા હતા. સમયસૂચકતાના પગલે પેટ્રોલ પમ્પ બચી ગયો અને મોટો ધમાકો થતા રોકી સકાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.