- 12 થી 13 વર્ષના બાળકનો મળી આવ્યો મૃતદેહ
- ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસે ઘટા સ્થળે પહોંચી
- બાળકની ઘાતકી હત્યા થઇ હોવાની આશંકા
ભાવનગર: શહેરના વરતેજ નજીક આવેલા સીદસર રોડ પાસે નાળામાં 12 થી 13 વર્ષનાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ વરતેજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બાળકની ઘાતકી હત્યા થઇ હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Panchmahal: નાડા ગામે યુવક-યુવતીના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા
વરતેજ ગામ નજીકથી 12 થી13 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો
ભાવનગર શહેરના વરતેજ ગામ નજીકથી સીદસર જવાના માર્ગ પાસે આવેલા નાળામાં સવારના સમયે 12 થી13 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહ અંગે વરતેજ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળકના મૃતદેહ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર બાળકની હત્યા થઇ હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા આજુ-બાજુના વિસ્તારોમાં તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ બાળકની ઓળખ પરેડ કરવા હત્યા અંગે જણવા મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gas Leakage: ઉત્તરપ્રદેશમાં ઝેરી ગેસથી ગૂંગળાવવાથી 4ના મોત, મકાનના બેઝમેન્ટમાંથી મળ્યા મૃતદેહ